________________
SPIRITUAL LIGHT. ભારે દુર્ભાગ્યનું પરિણામ છે,શરીરને તથા આત્માને પૂર્ણ ખરાબીમાં મૂકનાર છે.
ચેથા દુર્વ્યસનમાં વેશ્યા આવે છે. તે સમ્બન્ધમાં આગળ બ્રહ્મચર્યના પ્રસંગે વિચારીશું.
શિકાર એ પાંચમું દુવ્યસન છે. શિકાર કરવામાં કોઈ પ્રકારે લાભ જણાતું નથી, કિન્તુ કેવળ નુકસાન જ અનુભવાય છે. શિકાર કરે જોઈએ દુશમનને, અને તે દુશમને વાસ્તવમાં આપણું મને ભવનમાં રહેલા કામ, ક્રોધ, મદ, માયા લોભ, રાગ, દ્વેષ એજ છે. તે દુશમને શિકાર કરવામાં આવે તે પૂર્ણ તેજોમય, પૂર્ણ આનંદસ્વરૂપ, પૂર્ણ સ્વતંત્ર અખંડ આત્મસામ્રાજ્ય મેળવી શકાય છે. આજ વાસ્તવિક શિકાર છે.
હરિણ, રોઝ વગેરે વનચર પશુઓ, કે જેઓ પોતાનાં બાળબચ્ચાંએની સાથે કોઈને નુકશાન પહોંચાડયા વગર વનમાં વિહરે છે, એઓને શિકાર કરવો ખરેખર ગેરવ્યાજબી છે. જે રાજા-મહારાજાઓ અથવા કોળી વાઘરીઓને આ વ્યસનમાં શોખ લાગી ગયો હોય છે, તેઓ બીચારાં ગરીબ હરિને હણું નાંખવામાં લગારે પાછીપાની ભરતા નથી. સૃષ્ટિસૈદની સમ્પત્તિરૂપ એ નિરપરાધી પશુઓને કતલ કરવા, એ અત્યંત અધમ કાય છે. કેટલાકને ઉડતાં પક્ષિઓ ઉપર ગોળી ચલાવવામાં ભારે રસ પડે છે, પણ અરે ? “ કાગડાને મન હસવું અને દેડકાને પ્રાણ જાય ” એને વિચાર કેમ કરવામાં આવતું નથી ? પિતાને શોખ બીજા જીવોના વધમાં પૂરે કરવો, એ નીચમાં નીચ કર્મ છે. વનની અંદર વિહરતા પશુએ વનની પ્રાકૃતિક વિભૂતિ છે. તે પશુઓને શિકાર કરવામાં કુદરતી સંપત્તિને નાશ કરવાનો પણ અનર્થ રહેલો છે. એક સમય એ હતું કે જંગલેની અંદર હજારે હરિણે વગેરેનાં ઝુડેઝુંડ દૃષ્ટિગોચર થતાં હતાં અને વિવિધ પક્ષિઓનો કલરવ શ્રવણવિષય થતું હતું, અત્યારે તેમાંનું કશું રહેલું દેખાતું નથી, એનું કારણ શિકારીઓની શિકાર કરવાની આદત સિવાય બીજું શું હોઈ શકે ? લેકે જ્યારે પિતાને ધર્મ ભૂલી
એ ઘણું યુરોપીયન ડાકટરોએ પુરવાર કરી આપ્યું છે કે દારૂ પીવાથી શરીરમાં અશક્તિ, લેહીને બગાડ અને મગજને ક્ષય થાય છે, તથા ક્ષયરોગ વગેરે ભયંકર રોગો દારૂડીઆને લાગુ પડે છે.
186