________________
અધ્યાત્મતત્વલોક,
આપવું, એ ઉદાર ( Liberal ) હૃદયવાળાઓનું કામ નથી ” યથાર્થધર્મભાવનાવાળે મનુષ્ય એ સારી પેઠે સમજે છે કે –“ કઈ પણ તત્ત્વજ્ઞાનનું પુસ્તક એવી શોધક બુદ્ધિથી અને તુલનાત્મકદષ્ટિએ અવલોકવું જોઈએ કે-તે તરોની સાથે અન્ય દર્શનાભિમત તો પરસ્પર જ્યાં સુધી સંગત થાય છે.” ધર્મપ્રાપ્ત મનુષ્યની દૃષ્ટિ એવી પ્રકાશવાળી હોય છે કે, તેનાથી એક બીજા મહષિઓના વિરૂદ્ધ દેખાતા વિચારમાં ગુપ્ત રહેલું સામ્ય જોઈ શકાય છે. આવી ધર્મભાવના સમગ્ર સમાજમાં પ્રચલિત થાય, તે વિરોધ ભાવનાને અંગે સામાજિક ક્ષેત્રમાં જે છિન્નભિન્નતા થતી રહી છે, તે અટકી જાય, એ દેખીતી વાત છે. આપણે જોઈએ છીએ કે બીજાના વિચારોને પોતાના વિચારથી વિરૂદ્ધ જોઈને કેટલાકે નહિ, પણ ઘણુઓ એકદમ ઉશ્કેરાઈ જાય છે, પણ આ શું બતાવી આપે છે ? યથાર્થ ધર્મભાવનાનો અભાવ. કોઇના સિદ્ધાન્તને સહમત થવાનું ન બની શકે, તે તે સિદ્ધાન્ત ઉપર તેની હામે પ્રતિપાદક શૈલીથી વાદ-પ્રતિવાદ નહિ કરતાં ઉન્મત્તતાથી હામે અફળાવું, એ સભ્યતાની દુનિયામાંથી ભાગવા બરાબર છે. અનાદિ-અનન્ત સંસારમાં સર્વના સર્વ વિષયોમાં સમાન વિચારે કદાપિ થયા નથી અને થવાના નથી; છતાં શુદ્ધ વિચારદષ્ટિથી પિતાની માન્યતામાં દૂષણ હવાની તપાસ કરવી અને દૂષણુ જણાતાંની સાથે તે માન્યતાને ત્યાગ કરી, બીજાના નિર્દોષ સિદ્ધાતને સ્વીકારવો, એ ઉચ્ચ કેટીને ગુણ જ્યારે પ્રાપ્ત થાય, ત્યારેજ ધર્મ સિદ્ધ થયે સમજ જોઈએ.
જુદા જુદા ધર્મના પંથમાં ક્રિયામાર્ગની જે ભિન્નતા જોવાય છે, તે અસહ્ય નથી. પણ તત્ત્વજ્ઞાનમાં જે વિરોધ અનુભવાય છે, તે જ ખરેખર ખેદ ઉપજાવનાર છે. પણ એ ઉંડે કુવો છે, એ અત્યન્ત ગુંચવણવાળા ગાંઠ છે; પિતાના હૃદયમાં સહૃદય મનુષ્ય ભલે તે ગાંઠને તેડી નાંખે, પણ સર્વસમાજની સમક્ષ તે ગાંઠ ટુટવી, એ તે અશક્ય જણાય છે. ત્યારેજ અખો ભગત કહી ગયું છે કે –
વહૂ દર્શનના બહુલા મતા ખેલ્યા તેણે ખાધા ધકા,
અખે કહે અંધારે કુ, ઝગડે ચુકાવી કોઈ ન મુએ.” | “ સ્વામી રામાન દેવમાત્રાત્ વાનમઃ | न स्वीकार्यों न वा हेयः किन्तु मध्यस्थया दृशा ” ॥
(યશોવિજયજી, અષ્ટક) 142