SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. બાળ વિવો ૨ નાનાં તથૈવ તેવા શતરાધ મા ! નાનાપાયે સર્વકનઃ પ્રવૃત્તઃ મારાથયિતું સમર્થઃ ? ” ! ' “ એ + દર્શને એક બીજાથી વિરૂદ્ધ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. તે પ્રત્યેક દર્શનના પણ સેંકડો કાંટાઓ નિકળેલા છે. સર્વ મનુષ્ય જુદે જુદે માગે પ્રવૃત્તિ કરી રહ્યા છે; આવી દશામાં સમગ્ર કેને સમજાવવાને-એક માર્ગ ઉપર લાવવાને કાણું સમર્થ થઈ શકે તેમ છે ?” હવે આ પ્રશ્નના સમાધાનમાં તટસ્થ ભાવથી વિચાર કરીએ તે ધર્મનું તત્વ કઈ વાડામાં રૂંધાણું નથી, કોઈ ફાંટામાં ફસાયું નથી, કેાઈ સ...દાયમાં સંતાણું નથી, કે કોઈ સમાજમાં ભરાઈ રહ્યું નથી. ધર્મનું તત્ત્વ હમેશાં ખુલ્લું, નિરાબાધ અને સર્વત્ર વ્યાપક છે. ધર્મ ” શબ્દજ આપણને બતાવી આપે છે કે – " दुर्गतिप्रपतजन्तुधारणाद् धर्म उच्यते । ઘરે ચિંતાનું શુમરચાને તાત્ ધર્મ કૃતિ ઋત” | દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરે અને શુભસ્થાનમાં સ્થિત કરે, તે ધર્મ છે.” ધર્મનું ઉપર્યુકત લક્ષણ જોતાં સમજી શકાય છે કે-ધર્મ કેવી વિશાળ અને પવિત્ર વસ્તુ છે. જ્યાં દુરાગ્રહ અથવા પક્ષમૂઢતા છે, ત્યાં ધર્મ નથી. ધર્મનું ક્ષેત્ર ઉદાર અને ઉજજવલ છે. “ સાચું તે મારું ' એવી ઉદાર ભાવના ઉપરજ ધર્મને આધાર રહ્યો છે. જેના હૃદયમાં યથાર્થ ધર્મભાવનાએ નિવાસ કર્યો છે, તે એમ સમજે છે કે તત્ત્વજ્ઞાનનું ક્ષેત્ર કેઈના ઘરનું નથી–એને કેઈએ ઠેકે લીધે નથી. સહુ કાઈ મનન-નિદિધ્યાસન દ્વારા કોઈ પણ સમાજના કહેવાતા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રને પિતાનું કરી શકે છે. કુલધર્મનાજ તત્ત્વજ્ઞાનને માન + " बौद्धं नैयायिकं सांख्यं जैनं वैशेषिकं तथा । जैमिनीयं च नामानि दर्शनानाममून्यहो ! " – જૈનાચાર્ય હરિભદ્રસૂરિ, પદર્શનસમુચ્ચય. બદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, અને જૈમિનીય, એ છે દર્શન છે. 14
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy