________________
SPIRITUAL LIOHT. પ્રજામાંજ એકતા ઉત્પન્ન થઈ શકે છે, અને સત્યવાદને ગુણ બ્રહ્મચર્યને સાથે લઈને જ કરે છે.
પ્રસ્તુતમાં નિર્વિકાર સ્નિગ્ધ લાગણી, એજ દિવ્ય પ્રેમ છે. આ પ્રેમમાં, લપટાઈ જવાય, એવી ચિકાશ હોતી નથી. આ પ્રેમ દુર્વાસનાઓને ક્ષય કરીને પછી સ્વતઃ શાન્ત થઈ જાય છે. એના શાંત થઈ જવા પછી તરત કૈવલ્યજ્ઞાન પ્રકટ થાય છે. આવા પ્રકારનો પ્રેમ યથાર્થ સેવાધર્મને જન્મ આપનાર છે. પ્રેમ અને સેવાના સિદ્ધાન્તનું સુંદર રહસ્ય તે એજ છે કે તેથી પિતાનું વ્યક્તિત્વ ખીલે છે. પિતાના સ્વાર્થને બદલે જ્યારે સમાજનું હિત વિચારવામાં આવે, ત્યારે જ મનુષ્ય, મનુષ્ય બની શકે છે. એ સત્ય છે કે આપણે દરેકને સુખી ન કરી શકીએ. પરંતુ એટલું તે આપણુથી બની શકે કે-આપણુ દોષથી કઈ દુઃખી થાય નહિ. યાદ રાખવું જોઈએ કે જનસમૂહના સુખની દરકાર કર્યા સિવાય કોઈ પિતાની જાતે પૂર્ણ સુખી થઈ શકતું નથી.
જિંદગીમાં એવા ઘણું પ્રસંગો આવે છે કે દ્રવ્યની ભેટી બક્ષીશ આપવા કરતાં પણ આપણું પ્રોત્સાહક સ્વાગતથી, માયાળુ વર્તનથી અથવા દિલસોજી ભરેલી દષ્ટિથી આપણે બીજાના હદયનું દુઃખ ઘણું ઓછું કરી શકીએ. દુર્બળમાં દુર્બળ મનુષ્ય પણ યાદ રાખવું કે જે તેની ઇચ્છા હોય, તે તે પોતાની પાસે સ્વર્ગસદશ આનન્દ ખડે કરી શકે તેમ છે. કેવી રીતે ? માયાળુ શબ્દો, સ્નેહભરી દષ્ટિ અને સહામાની લાગણી ન દુખાય, તેવી સાવચેતી, આ અમૂલ્ય બાબતે વગર પૈસે તેને મેળવી શકાય તેવી છે, અને એમાંથી ખરો આનન્દ અનુભવી શકાય છે. દરેક વ્યક્તિએ એ સમજી રાખવાનું છે કે આપણું કર્તવ્ય દુઃખીને સુખી કરવાનું અને ભૂલા પડી ગયેલાઓને રસ્તે લાવવાનું છે. આ કામ ખરેખર આપણું પિતા પ્રત્યેની જ સેવા છે, કારણ કે આપણે મોટા સમાજના છૂટક છૂટક સભાસદો છીએ. ગરીબમાં ગરીબ માણસ પણ શારીરિક મહેનતથી સેવાનો લાભ ઉઠાવી શકે છે. જે મનુષ્યો પ્રત્યે સાચે છે, તેજ ઈશ્વર પ્રત્યે સાચો છે. બીજાને જે અન્યાય આપવામાં આવે છે, તે અન્યાય આપણને જ મળે છે, જે પોતાના હક્કની ચિન્તામાં સમાજની સ્થિતિને વિચાર કરતા નથી, તેના જેવો બીજો ફેઇ કંગાલ કે ગુલામ નથી.