________________
શાળામતવાલો, જોવાની મજા એ છે કે તે બે ભિન્ન ભિન્ન હાથે, તે ભિન્ન ભિન્ન અવયવો ભેગા રહીને જીવાત્માનું કેવું સરસ કામ બજાવે છે ?જુદા જુદા પરમાણુઓના ભેગા થવાથી–તેઓના પરસ્પર મળવાથી બનેલો ઘડે મનુષ્યનું કામ કેવું સાધી આપે છે ? આ બધું શું બતાવી આપે છે? એજ કે ભિન્નતા ભલે રહે, પણ એક બીજાથી મળતાપણું કેમ છોડવું જોઈએ જેમ, બે હાથ ભિન્ન હોવા છતાં પણ એક થઈને એક બીજાનું કામ બજાવે છે, તેમ ગમે તેટલે અંશે ભિન્નતા હોવા છતાં પણ મનુગેનો ધર્મ છે કે-તેઓએ પરસ્પર એક થઈને એક બીજાને મદદગાર બનવું જોઈએ. પેલા બે હાથ પરસ્પર ભિન્ન હોવા છતાં પણ યદિ એક બીજાથી વિરૂદ્ધ થઈ જાય, તે તમે જાણે છે કે તે બંનેની શી દશા થાય? એ જ કે, એક બીજાને સાફસુફ નહિ કરવાથી, એ બંનેને ઉપર ઇંચ ઇંચ જેટલે મેલ ચઢી જાય; અને એથી એએને સડી જવાને વખત આવે. જુઓ ! વિરૂદ્ધતાનું આ પ્રત્યક્ષ પરિણામ.
આ ઉપરથી એ સાર ખેંચી લેવાને છે કે બધાઓએ એવી રીતે એકમેક થઈ જવું જોઈએ કે એક બીજાની ઉન્નતિ કે એક બીજાના સુખમાં પિતાની ઉન્નતિ કે પિતાનું સુખ સમજવું જોઈએ. એકતા કેટલું કામ કરે છે, એ આપણા ધ્યાન બહાર નથી. આપણી પાનાની રમત જ આપણને બતાવી આપે છે કે-એકતાને કેટલે પ્રભાવ છે. પાનાં રમનારાઓ સારી પેઠે સમજે છે કે “બે, ત્રણ, ચાર, પાંચ, એમ દશ દાણા સુધીનાં પતાં ને સર કરી જનાર “ગેલો છે અને ગેલા ઉપર રાણી, તથા રાણી ઉપર બાદશાહને હુકમ ચાલે છે. પરંતુ બાદશાહની મહેર છાપને પણ ફેરવી નાખનાર-બાદશાહ ઉપર પણ વિજય મેળવનાર કોણ છે, એ તમે જાણે છે ? હા, પેલું સંતાડી રાખેલું પાનું. કર્યું ? એ
એક'. જોઈ લ્યો એક્કાને પ્રભાવ. આ એકે સમગ્ર દેશમાં જે હેય, તે કઈ દુઃખી રહી શકે ખરો ! ગમે તે દેશ ગમે તે સમૃદ્ધિવાળે બની જાય, પણ તે દેશમાં જે એકકે ન હોય, તે તે, સમુદ્ર ભરાય એટલી લક્ષ્મીથી પણ સુખી થઈ શકે નહિ. કોઈ પણ દેશની ઉન્નતિ થવા માટે ત્રણ કારણેની જરૂર રહે છે. તે ત્રણ કારણે છે–સત્ય, સંપ અને બ્રહ્મચર્ય. આ ત્રિપુટીમાં મધ્ય સિંહાસન સંપ (એક્તા )નું છે. અને એ ત્રણેને પરસ્પર અત્યન્ત નિકટ સબ્ધ છે; કારણ કે સત્યવાદી
11