________________
SPIRITUAL LIGHT.
થઇ શકતી નથી. નીતીકારો દૂધ અને પાણીની જેમ બધાને પ્રેમી બનવાનું શિખવે છે. જેમકે-કાઇ એક ગૃહસ્થે તપેલીમાં દૂધ અને પાણી તે ભેગું કર્યું. દૂધમાં પાણી આવ્યું, ત્યારે પાણી પણ દૂધની જેમ ધેાળું થઇ ગયુ–દૂધ અને પાણી બંને એકાકાર થઇ ગયાં. આ ઉપરથી સમજવાનુ એ છે કે-દૂધને જ્યારે પાણીની સંગત થઇ, ત્યારે દૂધે પેાતાના સાંખતી પોતાના મિત્ર જળની સાથે ભેદભાવ નહિ રાખતાં, પોતાને શ્વેત વ તેને આપી દીધા, જળને પોતાના જેવું બનાવી દીધું. પ્રેમનુ' આ પ્રથમ કવ્ય દૂધ કરી બતાવ્યું. ત્યાર પછી તે દૂધની તપેલી જ્યારે ચૂલા ઉપર મૂકી, ત્યારે દૂધની સાથે મળેલુ પાણી ધીરે ધીરે બળવા માંડયુ. શા માટે ? એજ કારણ કે દૂધને જ્યારે બળવાનેા વખત આવ્યા, ત્યારે જલને પેાતાની ફરજ પાળવાની જરૂર પડી કે− મારા ઉપકારી દૂધને જ્યારે વિપત્તિના પ્રસંગ આવ્યા, તે મારે રહેતે તેને વિપત્તિ ભાગવવા નહિ દેતાં, તેની વિપત્તિ મારેજ ખમી લેવી જોઇએ.' આ પ્રમાણે પેાતાનુ કવ્ય પાળતુ જળ જ્યારે બળી ગયું, ત્યારે, દૂધને પોતાના મિત્ર ( જલ ) ને વિરહ સહન નહિ થવાથી તે પણ તપેલીના કાંઠા સુધી આવીને અગ્નિમાં પડવાની ચેષ્ટા કરવા લાગ્યું, અર્થાત્ દૂધને ભરેશ આવ્યું. જ્યારે આ સ્થિતિ ઉપર વાત આવી, ત્યારે દૂધના માલિક દૂધમાં ચાંગળુ ભરીને પાણી નાંખ્યું. પાણી નાંખતાની સાથેજ દૂધા ઉભરા બંધ પડયા. કારણ શું ? એજ કે દૂધને પોતાના મિત્ર (જળ)ને સમાગમ થવાથી શાંતિ વળી.
પ્રેમનું આ આદર્શ ઉદાહરણ છે. સમગ્ર વિશ્વમાં આવા દર્શ પ્રેમની જરૂરીયાત છે.
દેશ, વેષ, વ્યવહાર અને પથ વગેરેમાં ભલે ભિન્નતા રહે, પરન્તુ તે ભિન્નતાને વિરૂદ્ધતાનું રૂપ ન આવું જોએ, ખીજા શબ્દોમાં તે ભિન્નતા વિરાધનું કારણ ન થવું જોઇએ. જે અંશે મતભેદ હેય, તે અંશને દબાવી રાખીને બીજી બધી બાબતેામાં સની સાથે ભ્રાતૃભાવ રાખવા જોઇએ. દુનિયામાં ભિન્નતા કદાપિ મટવાની નથી–સંસારમાંથી ભિન્નતા કદી ખસવાની નથી. નૈસગિક ભિન્નતા જગતના પદાર્થોમાં સદા સમ્બદ્ધ છે. ક્રૂર કર્યા જોઇએ, આપણા બે હાથજ ભિન્ન છે. શરીરનાં તમામ અવયવે એક બીજાથી ભિન્ન છે. આમ ભિન્નતા હાવા છતાં,
115