________________
SPIRITUAL LIGHT. કહેવામાં આવી છે. અધ્યાત્મનાં ગંભીર તો અને કર્મના સૂક્ષ્મ સિદ્ધાન્ત સમજનાર આ બાબતને સારી પેઠે સમજી શકે છે.
સારાંશ એ સમજવાને છે કે જેનાથી આપણને સુખ કે દુઃખની સામગ્રી મળે છે, તે મનુષ્ય સ્વતંત્રતા આપણને સુખ-દુઃખને દાતા નથી, કિન્તુ તેને આપણા ઉપકાર યા અપકાર કરવા તરફ પ્રેરનાર આપણાં જ શુભ-અશુભ કર્મો છે. રાજા યા ધનાઢયને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયેલ પ્રાણી જે એશઆરામ ભગવે છે, તે વિષે તે રાજા યા તે ગૃહસ્થ એ જે અભિમાન કરતે હેય, કે-“મારાજ કારણથી આ પુત્ર સમૃદ્ધિ ભગવે છે” તો એ અભિમાન અનુચિત છે; કારણ કે તે પ્રાણીઓ પૂર્વે એવાં જ કર્મો-શુભ કર્મો બાંધ્યાં છે, કે જેના પ્રતાપે તે પ્રાણી એ રાજા કે એ ગૃહસ્થના ઘરમાં જન્મ મેળવી શકો અને એ રાજા કે ગૃહસ્થને પૂર્ણ પ્રેમ સમ્પાદન કરી શકે.
આ પ્રકારની કર્મની સત્તા સમજવામાં આવે, તે અભિમાન કે જે સંસારનું મૂળ છે, તે ટકી શકે નહિ. બેશક પૂર્વકૃત કર્મ, દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે ઉદયપ્રાપ્ત થાય છે, અર્થાત બાહ્ય સામગ્રીના સહકારથી વિપાકાભિમુખ થાય છે, અને એથીજ ઉપકૃત થનારે ઉપકારીના કૃતજ્ઞ થવું જોઈએ છે.
પરતુ યાદ રાખવું જોઈએ કે સંસારની વાસનાઓથી જેમ જેમ બહાર નિકળાય છે અને દિવ્ય માર્ગમાં જેમ જેમ આગળ વધાય છે, તેમ તેમ સાંસારિક પદ્ધતિઓને સમ્બન્ધ છૂટી જાય છે, અને એ દિશામાં એવું યથાર્થ જ્ઞાન પ્રકાશે છે કે, તેવા જ્ઞાનીની બુદ્ધિ, નીચી હદપર રહેલા જગજજતુઓની બુદ્ધિ-માન્યતાઓથી ઘણી જુદી પડે છે, અને તેને એ વાતનું બહુજ સ્પષ્ટ પ્રતિભાન થાય છે કે “આ બધું ચરાચર વિશ્વ કર્મના ચક્ર ઉપર ગતિ કરી રહ્યું છે. ”
કોઈ પણ મનુષ્યને જ્યારે આવું સ્પષ્ટ પ્રતિભાન થાય, ત્યારે તે, દુશમન થનારની હામે ષ્ટ નહિ થતાં “ દુશમન થનારને પ્રેરણ કરનાર મારું પિતાનું જ કર્મ છે ”-એમ સમજીને સમભાવ ધારણ કરે છે. અને તેવી જ રીતે, અનુકુળતા સમ્પાદન કરી આપનાર તરફ પણ હર્ષના વેગમાં નહિ ખેંચાતાં, પિતાનાં જ પૂર્વકૃત શુભ કર્મનું તે પરિણામ સમજીને ખુશી થતા હમને અટકાવે છે,
10