________________
-અધ્યાત્મતત્ત્વાલકો
તે બંને ઉન્નત થઈ શકે છે, અન્યથા તે બંનેનું પરિણામ અધ:પાત. થવા સિવાય બીજું આવે જ નહિ. ઘણી વખતે જોવામાં આવે છે કેજ્ઞાનવાળે ક્રિયાવાળાને નિર્જે છે અને ક્રિયાવાળે જ્ઞાનવાળાને નિર્જે છે; પણ આ તદન ગેરવ્યાજબી હકીકત છે. જ્ઞાનવાળાએ ક્રિયાવાળાના પ્રિયાગુણને ગ્રહણ કરવા તરફ લક્ષ આપવું જોઈએ અને ક્રિયાવાળાએ જ્ઞાનવાળાને જ્ઞાન ગુણ પ્રાપ્ત કરવા લલચાવું જોઈએ; આમ થવાથી એઓ બંનેને જીવન નિર્મળ થઈ શકે છે. જ્ઞાનવાળાએ ક્રિયાવાળાની નિન્દા કરતી વખતે ધ્યાન આપવું જોઈએ કે-“ તારે પિતાને શું ક્રિયાની જરૂર નથી ?” તેમજ ક્રિયાવાળાએ જ્ઞાનવાળાને તરછોડતી વખતે સમજવું જોઈએ કે“ તારે પિતાને શું જ્ઞાનની જરૂર નથી ? ” આવી રીતે ગુણગ્રહણ કરવાનું વ્યસન પાડવામાં આવે, તે કહેવું જોઈએ કે ગુણોની ખામી જલદી પૂરી થઈ જાય અને ધામિકજીવન સાંગોપાંગ સિદ્ધ થઈ શકે, એમાં લગારે સન્ડેહને અવકાશ નથી. ' ઉપરની હકીકતથી એ સમજી શક્યા છીએ કે જ્ઞાન અને ક્રિયા, એ બંનેનું સાહચર્ય કેટલું જરૂરનું છે. “જ્ઞાનારી શરું વિરતિઃ ” એ સૂત્રથી પણ જ્ઞાનનું ફળ વિરતિ, અર્થાત ઉત્તમ ચારિત્ર બતાવવામાં આવ્યું છે. ઉત્તમ ચારિત્રથીજ જ્ઞાનની સફલતા છે. ચરિત્રની નિર્મલતા વગર જ્ઞાન, અજ્ઞાન છે. બે પિડાઓથી ચાલનારા રથને જેમ બને પિડાંઓની જરૂર છે, અને બંને પૈડાં હોય તો જ તે ચાલી શકે છે, તેમ જીવનરૂપ શકટને માટે જ્ઞાન અને ક્રિયા, એ બંને પિડાઓની જરૂર છે, અને એ બંને પિડાં હેય, તે જ તે પ્રગતિશીલ થઈ શકે છે.
અમુક ગામના રસ્તાને જાણવા છતાં પણ તે રસ્તે ચાલવામાં ન આવે, તે તે ગામે પહોંચતું નથી, એ સહુ જાણે છે. એવી જ રીતે મેક્ષને માર્ગ જાણવા છતાં તે માર્ગે ચાલવામાં ન આવે, તે મોક્ષને પહોંચી વળાય નહિ, એ દેખીતું છે. જ્ઞાનીને પણ સમય ઉપર કરવા
ગ્ય ક્રિયા કરવાની જરૂર રહે છે. જેમ પ્રકાશરૂપ દીપક તેલ વગેરેની અપેક્ષા રાખે છે, તેમ જ્ઞાનરૂપપ્રકાશવાળા જ્ઞાનીને અવસરગ્ય અનુષ્ઠાને કરવાની અપેક્ષા બરાબર રહે છે. જેમ મુખમાં કોળિઆ નાંખ્યા વગર પેટ ભશતું નથી, તેમ બાહ્ય ક્રિયાઓ-અનુષ્કાના આચરણ વગર આત્મતિના માર્ગમાં વધી શકાતું નથી.
86.