________________
SPIRITUAL LIGT. કરવું, એ ખરેખરી રીતે સહદયતાથી ભાગવા બરાબર છે, એટલું જ નહિ પણ એ ભયંકર ગુહે છે. અસ્તુ. .
પ્રસ્તુત લેકમાં કહ્યા પ્રમાણે મનુષ્યજિન્દગીની સાર્થકતા બે ત ઉપર આધાર રાખે છે. તે બે ત–સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર છે. આત્મતત્વની ઓળખાણ કરવી, એ સમ્યકજ્ઞાન છે. બીજા શબ્દોમાં, આત્મા અને કર્મનું વિવેકજ્ઞાન, એજ સમ્યજ્ઞાન છે. સંસારની કલેશ જાળ જ્યારે આત્માની અજ્ઞાનતા ઉપર આધાર રાખે છે, તે પછી તે અજ્ઞાનતાને દૂર કરવાનું સાધન, આત્મસ્વરૂપના જ્ઞાન સિવાય બીજું હોઈ શકે ખરું ? યથા બુદ્ધિ, યથાશક્તિ આત્મસ્વરૂપનો પરિચય કરે, એ પ્રથમ કલ્યાણકારિ સાધન છે.
જાણવાનું ફળ પાપકર્મોથી હઠવું, એ છે; એનું જ નામ સમ્યક્ષ્યારિત્ર છે. જાણ્યા પછી ક્રિયામાં મૂકવાની જરૂર છે. ક્રિયાવગરનું જ્ઞાન કુલ સાધક થઈ શકતું નથી, એ વાત દરેક સમજી શકે છે. પાણીમાં તરવાની ક્રિયા જાણવા છતાં પણ તે ક્રિયા કરવામાં ન આવે, તો પાણીમાં તરી શકાતું નથી; એ માટે જ્ઞાનના જેટલી જ ક્રિયાની જરૂરીયાત છે, અતએવ શાસ્ત્રકારને એ ઉદ્ઘોષ છે કે “સાણાનશિયા મો.” જે મનુષ્ય ફક્ત જ્ઞાનને જ પક્ષપાતી છે, તે શુષ્કજ્ઞાની છે, અને જે, ફક્ત ક્રિયાને જ આધાર લઈને બેઠો છે, તે ક્રિયામૂઢ છે. ક્રિયાને જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનને ક્રિયાની જરૂર છે. જ્ઞાન વગરની ક્રિયાવાળો માણસ, અંધ છે અને ક્રિયા વગરના જ્ઞાનવાળો, પાંગળો છે. પાંગળો માણસ જેમ ઘરમાં આગ લાગેલી જુએ છે, પણ ત્યાંથી નિકળી શકતે નથી, તેમ આંધળે માણસ પણ ચાલવાને સમર્થ હોવા છતાં, દેખી શકો નહિ હોવાથી આગ લાગેલા ઘરમાંથી નિકળી શકતો નથી. આગ લાગેલા ઘરમાં સપડાયેલા આ બંને જે એક બીજાની મદદ ન લે, તો અગ્નિથી બચવા પામે નહિ, એ માટે એ બંનેને એક બીજાની સહાયતાની પૂરી જરૂર છે. આંધળાના ખભા ઉપર પાંગળો બેસે અને પાંગળાના કહેવા પ્રમાણે આંધળો ચાલે, તે તેઓ બંને આગ લાગેલા ઘરમાંથી નિકળી શકે છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં જોઈએ તે જ્ઞાન એ દેખતું છતાં પાંગળું છે અને ક્રિયા ગતિ કરનારી છતાં આંધળી છે. આવી સ્થિતિમાં જ્ઞાન જે ક્રિયાનું અવલંબન લે અને ક્રિયા, જ્ઞાન ઉપર આધાર રાખે, તે
65