________________
SPIRITUAL LIGHT. અસલ ધર્મ નહિ માનતા હોવાથી મુક્ત અવસ્થામાં પણ આત્માને જ્ઞાનપ્રકાશમય માની શકતા નથી.
આત્માના સમ્બન્ધમાં અન્યદર્શનકારોથી જુદી રીતના જૈનસિદ્ધાન્ત
" चैतन्यस्वरूपः परिणामी कर्त्ता साक्षाद् भोक्ता देहपरिमाणः प्रतिक्षेत्र भिन्नः पौगलिकादृष्टवांश्चायम्' ".
---આ સૂત્રથી સ્પષ્ટ સમજાય છે. આ સૂત્રમાં આત્માને પહેલું વિશેષણ “ચૈતન્યસ્વરૂપવાળો ” આપવામાં આવ્યું છે. અર્થાત જ્ઞાન એ આત્માનું અસલ સ્વરૂપ છે. એથી–પૂર્વ કહ્યા પ્રમાણે–નયાયિક વગેરે જુદા પડે છે. પરિણામી ” ( નવી નવી પેનિઓમાં–જુદી જુદી ગતિઓમાં ભ્રમણ કરવાને લીધે પરિણામસ્વભાવવાળે )
કર્તા ” અને “સાક્ષાતા ” એ ત્રણ વિશેષણથી, આત્માને કમલપત્રની જેમ નિર્લેપ સર્વથા પરિણામરહિત-ક્રિયારહિત માનનાર સાંખે જુદા પડે છે. નિયાયિક વગેરે પણ આત્માને પરિણમી માનતા નથી.
માત્ર શરીરમાંજ વ્યાપ્ત ” એ અર્થવાળા “દેહપરિમાણુ” વિશેષણથી, આત્માને બધે વ્યાપક માનનારા વૈશેષિક–નયાયિક-સાંખે જુદા પડે છે. શરીરે શરીરે આત્મા જુદો એ અર્થવાળા પ્રતિક્ષેત્ર ભિન્ન એ વિશેષણથી સર્વ શરીરમાં એકજ આત્મા માનનારા અદ્વૈતવાદિઓ-બ્રહ્મવાદિઓ જુદા પડે છે. અને છેલ્લા વિશેષણથી, પિગલિક દ્રવ્યરૂપ અદષ્ટવાળો આત્મા બતાવતાં કર્મને અર્થાત ધર્મ-અધર્મને આત્માને વિશેષ ગુણ માનનારા તૈયાયિકવૈશેષિકે અને કર્મને તેવા પ્રકારના પરમાણુસમૂહરૂપ નહિ માનનારા વેદાન્તી વગેરે વાદિઓ જુદા પડે છે.
“થે ત્રણ નિષ્ણા ” એ સૂત્રની ઉદઘોષણા કરનારાઓમાંના કેટલાકો, તેને ગમે તે અર્થ કરતા હોય, પણ ખરે અર્થ તે એ સમજાય છે કે-“ જગતના દેખાતા તમામ પદાર્થો વિનાશી છે, અતએ તેને મિથ્થારૂપ સમજવા જોઈએ. માત્ર શુદ્ધચતન્યસ્વરૂપ આત્માજ આરાધન કરવા યોગ્ય છે ” આ ઉપદેશમાં ઘણું મહત્ત્વ સમાયેલું છે.
૧ વાદિ દેવસૂરિ પ્રમાણનયતત્તાલકાલંકાર' નામક ન્યાયસૂત્રના સાતમા પરિચ્છેદનું પ૬ મું સૂત્ર. આ મૂલસૂત્રગ્રન્થ કલકત્તા વિશ્વવિદ્યાલયની એમ. એ. ની પરીક્ષામાં દાખલ થયેલો છે.