________________
અધ્યાત્મતત્વાક. કિન્તુ શરીર, ઈન્દ્રિય અને મનના સંબન્ધથી આગતુક-ઉત્પન્ન થનારે તે આત્માને અવાસ્તવિક ધર્મ છે.
આ બંને સિદ્ધાન્તમાં જૈનશાસ્ત્રકારો જુદા પડે છે. પહેલી બાબતના સમ્બન્ધમાં એઓ, પ્રત્યેક શરીરના જુદા જુદા આત્માને માત્ર તે શરીરમાંજ વ્યાપી રહેલા માને છે. તેઓને અભિપ્રાય એવો છે કે-જ્ઞાન, ઈચ્છા વગેરે ગુણે શરીરમાં અનુભવાતા હોવાથી, તે ગુણોને માલિક આત્મા પણ શરીરમાંજ હોવો ઘટે છે
બીજી બાબતના સમ્બન્ધમાં, જ્ઞાન એ આત્માને વાસ્તવિક ધર્મ છે આત્માનું અસલ સ્વરૂપ છે–આત્મા જ્ઞાનમય છે, એમ જૈનદર્શનની માન્યતા છે; અએવ શરીર, ઈન્દ્રિય અને મનને સમ્બધ છૂટ્યા પછીની મુક્ત અવસ્થામાં પણ આત્માને અનન્તજ્ઞાનપ્રકાશમય જૈનદર્શનમાં માનવામાં આવ્યો છે, જ્યારે કેટલાક અન્ય દર્શનકારે જ્ઞાનને આત્માને
* જે વસ્તુના ગુણો જ્યાં દેખાતા હોય, તે વસ્તુ ત્યાંજ હેવી જોઈએ. ઘટનું રૂપ જ્યાં દેખાતું હોય, ત્યાંજ ઘટ હેવાનું ઘટી શકે છે. જે ભૂમિભાગ ઉપર ઘટનું રૂપ દેખાતું હોય, તે ભૂમિભાગ સિવાય બીજી જગ્યાએ તે રૂપવાળે ઘટ હોવો કેમ બની શકે ? આજ વાતને હેમચન્દ્રાચાર્ય –
" यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवद् निष्प्रतिपक्षमेतत् ।
–એ શબ્દોથી કથે છે. આ ન્યાય પ્રમાણે, આત્માના લાગણી, ઈચ્છા વગેરે ગુણો શરીરમાંજ અનુભવાતા હોવાથી તે ગુણોને સ્વામી આત્મા પણ શરીરમાંજ-શરીરથી બહાર નહિ–રહેલે સિદ્ધ થાય છે.
૧ જ્ઞાનની જેમ સુખ પણ આત્માનો અસલ ધર્મ છે. જેમ વાદળામાં સપડાયેલે સૂર્યને જળહળતો પ્રકાશ પણ વાદળામાંથી ઝાંખે નિકળે છે અને તેજ ઝાંખે પ્રકાશ, અનેક છિદ્રવાળો પડદો લગાવેલા ઘરમાં વધુ ઝાંખું પડે છે; એમ છતાં “સૂર્ય જળહળતા પ્રકાશવાળ નથી” એમ કહી શકાય નહિ; એવી રીતે આત્માને, જ્ઞાનપ્રકાશ અથવા વાસ્તવિક આનન્દ પણ શરીર–ઈન્દ્રિય-મનના બંધનથી કે કર્મ સમૂહના આવરણથી પૂર્ણરૂપે ન અનુભવાય-ઝાંખ અનુભવાય-વિકારયુક્ત અનુભવાય, તે તે બરાબર બનવા જોગ છે, પરંતુ એથી એમ ન કહી શકાય કે જ્ઞાન અને . આનન્દ એ આત્માનું અસલ સ્વરૂપ નથી.