SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ EFERE હ ssssssssssssssssssssssssssણ મિચ્છાકાર સામાચારી ) હિં સાચા હૃદયથી મિ.દુ. આપતા હોવાથી માયા-કપટ-ઠગાઈ વગેરે દોષો પણ આમને લાગતા નથી. તથા “મારો છે આચાર ખોટો છે, આવું ન જ કરાય” એવું સ્પષ્ટ બોલતા હોવાથી પ્રાય: અનવસ્થા દોષ પણ આ જીવો ઊભો B થવા દેતા નથી. આમ પ્રથમ વિભાગના જીવોને જે પ્રતિજ્ઞાભંગ, માયા, કપટ, અનવસ્થા દોષ લાગતા હતા તે લગભગ ૨ છે આ બીજા વિભાગના જીવોને લાગતા નથી. જ આ સંયમીઓ પોતાના નિમિત્તે બીજા મિથ્યાત્વ ન પામે એની પણ કાળજી કરનારા હોય છે. એ સંયમીઓ છે. | શ્રાવકોને ઉચિતકાળે ચોક્ખું કહી દે કે, “અમે વિગઈઓ, મિષ્ટાન્ન વાપરીએ છીએ પણ પરમાત્માએ આ બધી વસ્તુનો નિષેધ કર્યો છે. અમે આસક્ત, પ્રમાદી છીએ માટે પ્રભુની આજ્ઞા પાળતા નથી. બાકી સાચી હકીકત R તો આ જ છે.” એ રીતે મલિન વસ્ત્રો, નિર્દોષ ગોચરી, બ્રહ્મચર્યના કડક નિયમો વગેરે તમામ વસ્તુઓ શ્રાવકોને સ્પષ્ટ જણાવી જ દે કે જેથી પોતાના ખોટા આચારો દેખી શ્રાવકો મિથ્યાત્વ ન પામે. હા, આ બધા ખુલાસાઓ છે ગમે તેની આગળ, ગમે તે કાળે ન કરે પણ અવસર જોઈને કરે. ટૂંકમાં પોતાના નિમિત્તે કોઈ પણ જીવ મિથ્યાત્વ ન પામે એની કાળજી આ સંયમીઓ અવશ્ય કરે. એટલે આ બીજા વિભાગવાળા જીવો બીજાને મિથ્યાત્વની પ્રભાવના ન કરતા હોવાથી મહામિથ્યાત્વી છે બનતા નથી. - આ જીવોને સમ્યગ્દર્શન હોવા છતાં નિશ્ચયનય તો એમ જ કહે છે કે, “ગજવામાં રૂપિયાનો સિક્કો હોય છે એટલે કંઈ ધનવાન ન કહેવાય, કેમકે એ રૂપિયો કોઈ વિશેષ કામમાં તો આવતો જ નથી. ચોમાસા દરમ્યાન છે માત્ર અડધો ઈંચ વરસાદ પડ્યો હોય તો વરસાદ પડ્યો હોવા છતાં લોકો એમ જ બોલવાના કે “આ વખતે છે બિલકુલ વરસાદ પડ્યો નથી”, કેમકે એ અડધો ઈંચ વરસાદ કોઈ કામમાં આવતો નથી. એમ આ સંયમીઓમાં છે સસ્થાન હોય પણ એ સમ્યગ્દર્શન નકામું છે. વિરતિ ન લાવી આપે, અકરણનિયમ ઊભો ન કરી શકે દે એ સમ્યગ્દર્શનને હું સમ્યગ્દર્શન કહેવા તૈયાર નથી. એટલે હું તો એ ચોથા ગુણસ્થાનના માલિકોને પણ કે | મિથ્યાત્વી જ માનું છું. મારો તો એક જ નિયમ છે કે સાચો સાધુ એ જ સમ્યક્ત્વી. વ્યવહારનય અડધા ઈંચ વરસાદને પણ વરસાદ તો ગણે જ. એક રૂપિયાને પણ ધન તરીકે જ ગણે. એમ છે વિરતિ વિનાના સમ્યક્તને પણ સમ્યક્ત તરીકે જ ઓળખે. આ બીજા વિભાગના જીવોની વાત કરી. ત્રીજા વિભાગના જીવો વિરતિધર છે, ચારિત્રમોહનીયના ક્ષયોપશમવાળા છે. એટલે તેઓ પ્રમાદ, અનાભોગાદિથી પાપ કરે તો પશ્ચાત્તાપપૂર્વક મિ.દુ. આપે. અને એમનું મિ.દુ. એવું હોય કે એ જ પાપ, એ 8 જ તીવ્ર ભાવ સાથે ફરી ન થાય. કાં તો એ પાપ સંપૂર્ણ બંધ થઈ જાય અથવા તો એ પાપની તીવ્રતા ઘટી છે જ જાય. આ પણ અકરણનિયમ જ ગણાય, કેમકે જે તીવ્રતા સાથે પૂર્વે પાપ કરેલું એ તીવ્રતા સાથે તો ફરી છે પાપ નથી જ કરતા, દા.ત. અડધી રાત્રે માત્રુ કરવા ઊઠે, ઊંઘ ઘેરાયેલી હોવાથી પ્યાલો પૂજ્યા વિના માત્રુ કરે, ગમે ત્યાં પરઠવી દે, ઇરિયાવહિ કર્યા વિના ઊંઘી જાય. પણ પછી સવારે ઊઠી મિ.દુ., આલોચના, પ્રાયશ્ચિત્ત કરે. એટલે કાં તો હવે ફરીથી એ પાપ કદી ન થાય. કદાચ થાય તો સાવ પ્યાલો ન પૂજવાને બદલે પ્યાલો ખંખેરવા જેટલી જયણા રાખે. ઈરિયાવહિ જ ન કરવાને બદલે ઉપયોગ વિના પણ અવિધિથી ઇરિયાવહિ કરી લે. એટલે પેલો દોષ ઓછો તો થયો જ. આને પણ અંશતઃ અકરણનિયમ કહેવાય. સમ્યક્તી જીવો તો એ જ પાપ, એ જ પદ્ધતિથી, એ જ તીવ્રભાવો સાથે વારંવાર કરે એ શક્ય છે. માત્ર છે છે તેઓને પશ્ચાત્તાપ હોય. HEEEEEEEEEEEEEEEE સંયમ રંગ લાગ્યો - મિચ્છાકાર સામાચારી ૦ ૨૪૦ Radhikaaaaaaaaaaaaaaaaaaaaaaaaakhaaiaegian Ginansagaranagarising
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy