SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ BEEE ઈચ્છાકાર સામાચારી ગુરુ : આવા કારણો આવી પડે ત્યારે નાનો સાધુ વડીલને કહે કે,“આપનું આ કાપ કાઢવાદિ કામ હું અવશ્ય કરત, મને ખૂબ લાભ થાત, પણ મારે ઠલ્લે જવું છે, મારી તબિયત બિલકુલ સારી નથી. ગુરુએ મને આ કામ તાત્કાલિક પૂર્ણ કરવા આપ્યું છે. એટલે મને ક્ષમા કરશો, આપનું કામ હું નહિ કરી શકું.” ખાસ મહત્વની વાત એ કે, નાના સાધુએ “શા માટે પોતે આ કામ નહિ કરી શકે” એ કા૨ણ અવશ્ય જણાવવું. જો કારણ ન જણાવે અને માત્ર એટલું જ કહી દે કે, “આ કામ હું નહી કરી શકું.” તો વડીલને દુઃખ થાય. એવા વિચાર પણ આવે કે, “આ સાધુ કામચોર છે, ઉદ્ધત છે. હું કારણસર એમને કામ સોંપું છું, તો પણ ચોખ્ખી ના પાડી દે છે” આ રીતે પરસ્પર સંક્લેશ, અસદ્ભાવ ઉત્પન્ન થાય. એ ન થાય એ માટે સાધુએ એ કામ ન કરી શકવા માટેનું કારણ નમ્રતાપૂર્વક અવશ્ય જણાવવું. શિષ્ય : આ તો જ્યારે વડીલ સાધુ નાનાઓને કામ સોંપે ત્યારની મર્યાદાઓ બતાવી. પણ વડીલ સામેથી કામ ન સોંપે ત્યારે પણ નાનાઓએ એમનું કામ કરવા દોડી ન જવું જોઈએ ? ગુરુ : હા, અવશ્ય દોડી જવું. વડીલોની ભક્તિ, વૈયાવચ્ચનો લાભ અનંત પુણ્ય હોય તો જ મળે. વડીલ કાપ કાઢતા હોય તો નાનો સાધુ વડીલે વિનંતિ ન કરી હોવા છતાં સામેથી એમને મદદ કરવા જાય. પણ એક કાળજી રાખવાની કે ભક્તિભાવથી પણ વડીલની રજા લીધા વિના વડીલનું કાર્ય ન કરવું. વડીલને પૂછવું કે, “સાહેબજી, આપ મને રજા આપો. મારે આપને કાર્યમાં મદદ કરવી છે. આપને તો મારી મદદની જરૂર નથી, પણ મને આ વૈયાવચ્ચ, ભક્તિનો લાભ શી રીત મળે ?” આમ વિનંતિ કર્યા બાદ વડીલ અનુમતિ આપે પછી જ એમના કાપાદિ કાર્યમાં જોડાઈ જવું. આ રીતે વડીલને પૂછવું એ પણ ઈચ્છાકાર કહેવાય. વડીલ ના પાડે તો ફરી ફરી ભારપૂર્વક વિનંતિ કરવી. પણ એ હા ન પાડે ત્યાં સુધી તો એમનું કામ ભક્તિભાવથી પણ ન કરાય. શિષ્ય : આ તો વિચિત્ર વાત છે. અરે, સાધુ સામેથી ભક્તિ ક૨વા જાય એમાંય રજા લેવી પડે ? એમની રજા લીધા વિના એમનું કામ કરી દઈએ તો એમને આનંદ જ થવાનો છે ને ? ઉલટું સ્નેહભાવ વધશે. ગુરુ : પહેલી વાત તો એ છે કે આ બધી જિનાજ્ઞા છે, મર્યાદાઓ છે. એમાં આપણી બુદ્ધિ લગાડી કુર્તકો ક૨વા એ યોગ્ય નથી. જે પ્રમાણે જિનેશ્વરોની આજ્ઞા હોય એ પ્રમાણે જ વર્તવું. બીજું એ કે આમાં પણ ઘણું રહસ્ય છુપાયેલું છે. એક સાધુને એવી બાધા હતી કે, ‘મારું પ્રતિલેખન મારે જાતે જ કરવું. બીજા કોઈ કરી જાય તો મારે ઉપવાસ કરવો.' સાથેના કેટલાક સાધુઓને આ ખબર ન હતી એટલે એકવાર બાધાવાળા સાધુ બપોરે ગોચરી વાપરતા હતા ત્યારે બીજા સાધુએ ભક્તિભાવથી એમનું બધું પ્રતિલેખન કરી લીધું. પણ એ માટે રજા ન લીધી. બાધાવાળા સાધુ ગોચરી વાપર્યા પછી સ્થાન ઉપર પહોંચ્યા એટલે બધી ઉપધિ પ્રતિલખેન કરેલી જોઈ. એમને દુઃખ થયું. બીજા દિવસે ઉપવાસ કર્યો. ઘણીવાર ગોચરી માંડલીમાં મિષ્ટાન્નાદિ સારી વસ્તુ પણ કોઈ સાધુના એંઠાં પાત્રામાં એની રજા વિના નાંખી દઈએ તો ઝઘડાઓ થાય છે. પેલો સાધુ વધી પડવાથી હેરાન થતો હોય એમાં બીજું મિષ્ટાન્ન પાત્રામાં પડે એટલે એ ક્રોધે ભરાઈ જેમ તેમ બોલે. કેટલાક સાધુઓને સ્વાવલંબી જીવન જ ખૂબ ગમે. એટલે બીજો સાધુ જો પૂછ્યા વિના એમનું કાર્ય કરે તો એમને બિલકુલ ન ગમે. વળી વડીલની કાપ કાઢવાની પદ્ધતિ જુદા પ્રકારની હોય. એમને એકદમ ચોખ્ખો કાપ કાઢવો હોય. નાનો સાધુ કાપમાં બેસે તો વડીલની ઈચ્છા મુજબ કાપ ન પણ નીકળે. એટલે જ કેટલાકને પોતાના કાપમાં બીજા બેસે એ ન ગમે. આવા અનેક પરિબળો એવા છે કે જેમાં સાધુ ભક્તિ કરવા જાય પણ સામેવાળાની કમભક્તિ થઈ જાય. સંયમ રંગ લાગ્યો ઈચ્છાકાર સામાચારી ૭ ૨૩૦ -
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy