________________
મિચ્છાકાર સામાચારી
“પાપ કરનારા નરકે અને પુણ્ય કરનારા સ્વર્ગે જાય” તો એ અનાકાક્ષિતનું અભિધાન કહેવાય.)
ગુરુ : અહીં પ્રતિક્રમણ એટલે જ મિથ્યાકાર=મિથ્યાકાર સામાચારી છે. એટલે જે મિથ્યાકાર આકાંક્ષિત છે. એનું જ કથન ગાથામાં કરેલું છે. માત્ર મિથ્યાકાર શબ્દ વાપરવાને બદલે એને સમાનાર્થી એવો પ્રતિક્રમણ શબ્દ વાપર્યો છે. એટલે એમાં અનાકાંક્ષિતનું અભિધાન કરવા રૂપ દોષ રહેતો નથી.
(શિષ્ય : “પ્રતિક્રમણ શબ્દનો અર્થ મિથ્યાકારપ્રયોગ છે' એવું તમે કયા આધારે કહી શકો ?)
ગુરુ : ચૂર્ણિકારે કહ્યું જ છે કે “મિચ્છા મિ દુક્કડ શબ્દના પ્રયોગ દ્વારા પ્રતિક્રમણ કરવું” અર્થાત્ આ પ્રયોગ કરો એટલે પ્રતિક્રમણ કરેલું ગણાય. અર્થાત્ આ બે એક જ છે.
यशो. स्यादेतत्-प्रतिक्रमणं विना तत्प्रत्ययगुणाभावादकरणापेक्षया कृत्वा प्रतिक्रमणं सम्यगिति ।
-
चन्द्र. - स्यादेतत् = कस्यचिन्मनसि एतादृशी शङ्का स्यात्, का सा ? इति आह प्रतिक्रमणं विना इत्यादि । तत्प्रत्ययगुणाभावात् = प्रतिक्रमणमेव प्रत्ययः = कारणं येषां ते प्रतिक्रमणप्रत्ययाः गुणाः । तेषामभावात् । अकरणापेक्षया = पापाकरणस्य सकाशात् कृत्वा प्रतिक्रमणं पापं कृत्वा मिथ्यादुष्कृतप्रयोगः सम्यग्= अधिकफलदायि । पापं कृत्वा मिथ्यादुष्कृतप्रयोगे हि भववैराग्य - पश्चात्तापाहङ्कारक्षयादयः प्रभूताः गुणा भवन्ति । पापाकरणे तु प्रतिक्रमणस्यैवाभावात् एते गुणाः न भवन्तीति केनापि प्रकारेण एतेषां गुणानां लाभाय पापं कृत्वा प्रतिक्रमणकरणमेव न्याय्यमिति ।
શિષ્ય : જો પાપ જ ન કરીએ તો પ્રતિક્રમણ કરવાનો અવસર જ ન આવે. અને પ્રતિક્રમણ ન કરીએ તો એના વિના પ્રતિક્રમણથી પ્રાપ્ત થનારા સંવેગભાવ, કર્મક્ષય વગેરે ગુણો=લાભો પણ ન મળે. એટલે જ પાપ ન કરવા કરતાં, પાપ કરીને પ્રતિક્રમણ કરવું એ જ સારું છે.
यशो. मैवं, एतेषां गुणानां प्राकृतदुष्कृतक्षयमात्रकरत्वेनोक्तन्यायावतारात्, फलान्तरार्जनस्य विहितत्वेनाकरणेऽप्यनपायाच्च ।
चन्द्र. - समाधानमाह मैवं इत्यादि । ननु भवद्भिः येषां गुणानां लाभाय पापकरणं प्रतिक्रमणकरणञ्चेष्यते, ते गुणाः कस्य फलस्य जनकाः ? यत्फलाय तेषां गुणानां लाभः इष्यते । अत्र द्वे फले संभवतः । यस्य पापस्य मिथ्यादुष्कृतं दीयते, तत्पापकार्येण आत्मनि यत्पापकर्म बद्धं । तस्य क्षय इति एकं फलं । प्राचीनानामपि पापकर्मणां विनाशः, संवेगपरिणामादयश्चेति द्वितीयं फलं । यदि हि एतेषां गुणानां प्रथमं फलमिष्यते, तदर्थञ्च पापं कृत्वा प्रतिक्रमणकरणमिष्यते । तर्हि एतेषां गुणानां प्राक्कृतदुष्कृतमात्रक्षयकरत्वेन उक्तन्यायावतारात् । एते गुणाः यदि प्राकृतदुष्कृतमात्रस्यैव क्षयं कुर्वन्ति, नान्यत् । तर्हि पङ्कस्य प्रक्षालनसकाशात् दूरतः तदस्पर्शनं श्रेष्ठमिति यः न्यायः अनन्तरमेव प्रतिपादितः । स अत्रावतरेत् । यतः पापं कृत्वा प्रतिक्रमणकरणेन भवता तादृक् पापकार्यजन्यस्य पापकर्मणः अभावः एव प्राप्यते स च अभावः पापाकरणमात्रादेव सिद्धः । को मूढः पापकर्माभावकरणाय प्रथमं पापकर्म बध्नीयात् ? तस्मात् अयुक्तं
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૧૮