________________
અધ્યાય
[ ૫૫ નમસ્કાર કરવો. પરદેશ જતી વખતે અને આવીને પણ વિનયપૂર્વક નમસ્કાર કરવો.
માતાનું હૃદય બહુજ પ્રેમાળ હોય છે, અને તેણે આપેલ આશીર્વાદ પુત્રના કાર્યની સિદ્ધિમાં અગત્યને ભાગ બજાવે છે. તેમના ઉપર ક્રોધ કરવો નહીં, અને તેમના પ્રત્યે ઉદ્ધત થઈ કટુ વચન બોલવા નહિ, તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહિ, તેમની કુઆશિષને. પાત્ર કદાપિ થવું નહિ.
તે આપણું માટે જે દુ:ખ સહન કરે છે, આપણને ભણાવવા પોતાની પાસે અ૮૫ સાધન હોવા છતાં જે પ્રયાસ કરે છે, તેમજ દુઃખ વેઠીને આપણને સુખી કરવા તત્પર રહે છે, તેમજ આપણા કલ્યાણ માટે પિતાના હૃદયમાંથી પ્રેમનાં ઝરણાં વહેવરાવે છે, એ સર્વ સ્મરણમાં રાખી તેમને જેટલું આભાર માનીએ તેટલો ઓછો છે.
સ્થાનાંગ સૂત્રમાં લખ્યું છે કે તેમને પ્રસન્ન કરવાને ગમે તેવાં કાર્ય કરીએ તે પણ તેમના ઉપકારને બદલે વળી શકે તેમ નથી. તેમને ધમરત્નની પ્રાપ્તિ કરાવવા રૂપ એક જ સાધનથી તેમના ઉપકારને બદલે વળી શકે. માટે જ્યારે પિતાનામાં બરાબર કમાવા જેટલી શક્તિ આવે, ત્યારે ધર્મ વ્યાપારમાં વતાં માતા પિતાને તે કાર્યમાં સ્થિર કરવાં. “આજથી ઘરને સઘળે કાર્યભાર મારે શિર, છે. તમારે તે બાબતની ચિંતા કરવી નહિ. તમે નિશ્ચિત થઈ ધર્મ પાન કરે.” એવાં એવાં સુવાક્યોથી તેમને ધર્મ કાર્યમાં વધારે ઉત્સાહ આપ. ટુંકમાં તેમનું ચિત્ત જેથી પ્રસન્ન રહે તેવાં કાર્યો તેમની આજ્ઞાનુસાર કરવાં એ જ સુપુત્રનું લક્ષણ છે. ગુરૂવર્ગની ગણના પણ શાસ્ત્રકારે આ વિષયમાં કરેલી છે. કહ્યું છે કે
माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा ।
वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥ १ ॥ માતા, પિતા, કળા શિખવનાર કળાયા, તેમની જ્ઞાતિ, વૃદ્ધ