________________
૫૪ ]
ધબિન્દુ
જવાનુ હ` સાથે કબૂલ કરે-એવા પિતૃભક્ત રામચંદ્રનું દૃષ્ટાન્ત તમે બીજા ક્યા દેશના ઇતિહાસમાંથી શેાધી શકશેા ?
ચરમ તીર્થંકર પૂજ્ય ભગવાન શ્રી મહાવીર સ્વામી જ્યારે ત્રિશલા દેવીના ઉદરમાં આવ્યા પછી પેાતાની માતાને દુ:ખ ન થાય એમ ધારી કેટલાક સમય અચળ રહ્યા. તે વખતે તેમની માતા કલ્પાંત કરવા લાગ્યાં અને તેમને મૂર્છા આવી ત્યારે ભગવાને મન સાથે દૃઢ સંકલ્પ કર્યાં કે “અહે ! માતાના પ્રેમ કેવા અપૂર્વ છે ! હજુ મને જોયા નથી તે પહેલાં તેનામાં આટલા સ્નેહ વતે છે, તા પછી મને જોયા પછી તેના સ્નેહનું પૂછવુંજ શું? ત્યારે હું દીક્ષા લઈશ તે તેનાથી કેમ સહન થઈ શકશે ? માટે જ્યારે મારા માતપિતા સ્વર્ગે જશે ત્યારેજ હું દીક્ષા લઈશ.”
આ વિચાર તરફ–ભગવાનની માતપિતાની ભક્તિ તરફ જરા સ્થિર ચિત્તથી દૃષ્ટિ લાવેા. જે ભગવાનને આપણે પૂજ્યમાં પૂજ્ય ગણીએ છીએ, અને જેમના દરેક ખેલને આપણે માન આપોએ છીએ, તેમણે જે દાખલા પેાતાના જીવનચરૢિત્રથી બેસાડયા છે, તે ઉપર જો આપણે દુર્લક્ષ આપીએ, તેા આપણે ખરેખર ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ વનારા કહેવાઈએ. માટે માતાપિતાના ઉપકાર હૃદયમાં લાવી તેમને જેથી સુખ ઉપજે તેમ વર્તવું, તેમનું પૂજન શી રીતે કરવું.
ટીકાકાર તે જણાવતા કહે છે કેઃ—
पूजनं चास्य विज्ञेय त्रिसंध्य ं नमनक्रिया |
तस्या नवसरेऽयुच्चैश्च तस्यारोपितस्य तु ॥ १ ॥
પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ તથા સાયંકાળે માતા પિતા વગેરે પૂજ્ય વર્ગને નમસ્કાર કરવા તેનું નામ પૂજન કહેલુ છે. અને તે શક્ય ન હોય તાપણુ ચિત્તમાં તેમનું ઉચ્ચ પ્રકારે આર્પણ કરી