________________
અધ્યાય-૧
[ ૩૯ તેના જવાબમાં જણાવવાનું કે ધર્માત્મા, શુદ્ધ કુળવાળે, શુદ્ધ આચાર વાળ, શુદ્ધ પરિવારવાળે, પ્રતાપવાન ન્યાયવાન જે સ્વામી હેય, તેને સેવક સર્વ રીતે સુખ પામે છે. માટે તેવા સ્વામીને શોધીને તેને આશ્રય કરવો તથા એક ચિત્તથી અને અનન્ય નિષ્ઠાથી તેની સેવા કરવી. કારણ કે તેવી સેવાથી જ સ્વામી પ્રસન્ન થાય છે, અને ધીમે ધીમે ઉચ્ચ પદ પર સેવકને ચઢાવી છેવટે પિતાના ધંધામાં તેને ભાગીદાર બનાવે છે. માટે સ્વામી કરતા પહેલાં બહુ વિચાર કરે, પણ કર્યા પછી તે તેની બહુજ ભાવથી નોકરી ઉઠાવવી કે જેથી ઈચ્છિત લાભ લાંબા સમયે પણ મળે.
સત્પુરૂષની સંગત તથા પ્રધાન સાધુપરિ: રૂતિ ૮ાા
અર્થ : ઉત્તમ અને સારા આચારવાળા પુરૂષોની સેબત કરવી.
ભાવાથ–સજજનતા, ડહાપણ, કૃતજ્ઞતા વગેરે ઉત્તમ ગુણે ધરાવનાર પુરૂષની સોબત કરવી. જેથી ધીમે ધીમે આપણામાં એવા ઉચ્ચ ગુણ વાસ કરશે. માણસ જે પુસ્તક વાંચે છે. જે પ્રસંગમાં આવે છે, અને જે માણસન સંબંધમાં આવે છે, તે સર્વે તેના ઉપર સારી યા માઠી અસર કર્યા સિવાય રહેતાં નથી, અને પ્રસંગે અથવા પુસ્તકો જે અસર કરે તેના કરતાં ચૈતન્યવાળા પ્રાણીઓ વધારે અસર કરે એ સ્વાભાવિક છે.
એક પાણીનું બિંદુ તપેલા લેઢાના સળીયા પર પડે છે ત્યારે નિશાન પણ રહેતું નથી, તે જ્યારે કમળના પાંદળા પર પડે છે ત્યારે મેતી જેવું દેખાય છે, અને સ્વાતિ નક્ષત્રમાં જ્યારે દરિયામાં ઉઘડેલા માં વાળી છીપમાં પડે છે ત્યારે ખાસ મેતી જ થાય છે. માટે ઘણું કરીને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ બતથી જ