________________
૩૮ ]
ધમબિન્દુ થયા કરે છે. માટે આપણે શુદ્ધ સાત્વિક ખોરાક ખાવો, સ્વચ્છ જળ પીવું અને શુદ્ધ હવામાં ફરવું અને વિચાર પણ પવિત્ર રાખવાકારણ કે વિચાર પણ શરીર પર અસર કરે છે. ઘણા ચિંતાતુર માણસને સંગ્રહણીને રોગ થાય છે એ વાત કેનાથી અજ્ઞાત છે? ઉપદ્રવવાળા સ્થાનમાં રહેવાથી ચિત્તની અશાંતિ થાય છે, અને તેથી ધર્મધ્યાન થઈ શકતું નથી, અને સંસાર વ્યવહાર પણ બરાબર. થઈ શકતો નથી. તેથી આ લોક અને પરલોક બંનેનું હિત આપણે ખાઈએ છીએ. માટે જ્યાં ઉપદ્રવ હોય તેવા સ્થળને ત્યાગ કર.
ઉચિત પુરૂષને આશ્રય ? तथा स्वयोग्यस्याश्रयणम् इति ॥१७॥
અર્થ : પિતાને ઉચિત એવા પુરૂષનો આશ્રય કરે.. પિતાને યોગ્ય હેય, પિતાનું રક્ષણ કરવા સમર્થ હોય, અને લાભ સંપાદન કરવામાં, અને મેળવેલાનું રક્ષણ કરવામાં સમર્થ હોય તેવા શેઠ, શ્રીમંત વ્યાપારી અથવા રાજાને આશ્રય લે. આશ્રય વગર પણ હિંમતવાળા મનુષ્યો પિતાનો માર્ગ કરે છે, અને રેતમાં નાવ ચલાવે છે. પણ જે સામાન્ય મનુષ્યો છે તે આશ્રય, વગર ઉંચે ચઢી શકતા નથી. તેઓ લતા સમાન છે, જેને વૃક્ષના આશ્રય ની ખાસ જરૂર છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
स्वामिमूलाः सर्वाः प्रकृतयः, अमूलेषु तरुषु किं कुर्यात्पुरुषप्रयत्नः ।।
પ્રજાને આધાર સ્વામી અથવા શેઠ ઉપર રહેલું છે. મૂળ, રહિત વૃક્ષ હેય, તે પુરૂષ પ્રયત્ન શું કરી શકે ? મૂળ સારૂ હેય તે ઝાડને ઉછેરવાને કરેલા પ્રયત્ન સિદ્ધ થાય, પણ જે મૂળજ સડેલું હોય, તે પરિણામ અનિષ્ટ આવ્યા સિવાય રહેજ નહિ. ત્યારે કોઈ પૂછશે કે કેવા ગુણવાળા સ્વામીની સેવા કરવી ? તે.