________________
અધ્યાય-૧
[ ૧૫
છે, તે પોતાના ન્યાય સ્વરૂપમાં પ્રવર્તે એટલે કર્રરૂપ વાદળાં નાશ પામવાનાં. આ રીતે ન્યાયાચરણથી લાભાન્તરાય રૂપ કર્મ નાશ પામવાથી, ધન સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. તેજ અન્ધકાર જણાવે છે. सत्यस्मिन्नायत्यामर्थसिद्धिरिति ॥ १० ॥
અથ—લાભાન્તરાય કને! નાશ થાય છે, ત્યારે ભવિષ્યમાં ધન પ્રાપ્તિ થાય છે.
ભાવા જે પદાર્થોમાં જે વિઘ્નરૂપ હેાય, તેને નાશ એટલે તે પદાર્થ મળે તે સ્વાભાવિક નિયમ છે. તે જ પ્રમાણે ધના લાભમાં અંતરાયરૂપ જે ક હતું, તે ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયયુક્ત આચરણથી નાશ પામ્યું, એટલે ધનની પ્રાપ્તિ થાય છે. માટે ન્યાયયુક્ત વર્તન રાખવું.
अतोऽन्यथापि प्रवृत्तौ पाक्षिकोऽर्थलाभो નિ:સંશયĀનર્થ વૃતિ ।।।।
અ—તેથી અન્ય પ્રકારે પ્રવૃત્તિ કરવાથી, ધનના લાભ વિકલ્પે છે; પણ અનથ તે। નિ:સંશય છે.
ભાવા —ઉપર જણાવી ગયા કે ન્યાયયુક્ત આચરણ કરવું અન્યાયુકત આચરણથી અલાભ તા વિકલ્પે છે તેથી ધનપ્રાપ્તિ થાય પણ ખરી અથવા ન પણ થાય. કદાચિત પૂના પુણ્યાયથી તેનુ અન્યાયથી વન હોવા છતાં પણુ ધનની પ્રાપ્તિ થાય, પરંતુ તેથી આતંદ માનવાને નથી; કારણ કે તે કાર્ય થી તેનું પૂર્વનું પુણ્ય નાશ પામ્યું, અને જે અશુભ કર્મો અન્યાઆચરણુથી ઉપયુ, તેનું અહિતકારી ફળ અવશ્ય તેને ભોગવવું જ પડશે. કહ્યું છે કે: अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।
9
नाभुत शीयते कर्म कल्पकेाटीशतैरपि ॥