________________
૧૪ ]
ધમબિન્દુ મનુષ્ય કસોટીથી જ આત્મામાં રહેલા ગુણે પ્રકટ કરી શકે છે. અને લોભની જાળમાંથી પસાર થવું, એ કાંઈ નાની કસોટી નથી, છતાં જેઓ દુઃખ આવવા છતાં, લોભને વશ થયા વિના ન્યાયને જ વળગી રહે છે, તેઓને ગુણલુબ્ધ લદ્દમી પોતાની મેળે આવી મળે છે.
निपानमिव मण्डूकाः सरः पूर्णमिवाण्डजाः। __ शुभकर्माणमायान्ति विवशाः सर्वसम्पदः ॥ १ ॥ नोंदन्वानर्थितामेति न चाम्भोंभिर्न पूर्यते ।। आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति सम्पदः ॥ २ ॥
દેડકા જેમ કુવા તરફ આકર્ષાય છે, પક્ષીઓ જેમ પૂર્ણ સરોવર તરફ લેભાય છે, તે જ રીતે પરાધીન થયેલી સર્વ સંપત્તિઓ શુભકર્મ વાળા પુરૂષ તરફ પ્રેરાય છે.
સમુદ્ર જળની યાચના કરતા નથી, છતાં જળવડે નથી પુરાત એમ નથી; અર્થાત જળવડે પુરાય છે. માટે આત્માને પાત્ર બનાવવો. કારણ કે સંપત્તિઓ પાત્ર મનુષ્ય તરફ આકર્ષાય છે.
ઈછા કરે તે પહેલાં તે મેળવવા પાત્ર થાઓ” એ વાકય કદી ભૂલવું જોઈએ નહી.
ન્યાયથી જ ધન પ્રાપ્ત થઈ શકે છે એમ શી રીતે કહી શકાય ? એવી શંકાના સમાધાન માટે પ્રWકાર પોતે જ કહે છે. ततो हि नियमितः प्रतिबन्धककर्म विगम इति ॥९॥
અથ—-કારણ કે ન્યાયથી જ નિશ્ચય કરીને ધન મેળવવામાં પ્રતિબંધરૂપ લાભાન્તરાય કમને નાશ થાય છે.
ભાવાર્થ-કર્મ એ સૂર્યરૂ૫ આત્માના પ્રકાશને ઢાંકનાર વાદળ છે. જેમ સૂર્ય ઉગરૂપે પ્રકાશે, એટલે વાદળાં પિતાની મેળે વિખરાઈ જાય છે. તે જ રીતે જ્યારે આત્મા, જેને સ્વભાવ સત્ય અને ન્યાયી