________________
ધ બિન્દુ
અ:—દુઃખના વિરહથી, અને અત્યંત સુખના સંગથી ચેગીન્દ્રોને પણ વન્દન કરવા ચાગ્ય ત્રણ જગતના પરમેશ્વર તરીકે અયાગી સિદ્ધ ભગવાન વસે છે.
૪૮૪ ]
ભાવા : ત્યાં દુઃખના નાશ થાય છે, અને અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. મન, વચન, અને કાયાના વ્યાપાર બંધ પડે છે, તેથી તે અયાગી કહેવાય છે. યાગીઓના ઇન્દ્ર પણ તેનું વંદન કરે છે, અને ધ્યાન કરે છે. અને તે ત્રણ જગતના પરમેશ્વર બને છે, તે સિધ્ધ ભગવાન શાશ્વત આનંદમાં સદાકાળ વસે છે.
અહીયાં ‘વિરહ’ શબ્દ મૂકવામાં આવ્યા છે તે સિદ્ધ કરે છે. કે આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રસૂરિ છે. તે તેમના દરેક ગ્રંથને અંતે વિરહ શબ્દ મૂકે છે. શ્રી યશોવિજય પોતાના દરેક ગ્રંથમાં વેન્દ્ર એ પદ મૂકે છે આ રીતે શ્રી મુનિય ંદ્રસૂરિએ રચેલી ટીકાના અનુ સારે આ ધખિન્તુ ગ્રન્થના આ પ્રકરણનું વિવેચન સંપૂર્ણ કરવામાં આવ્યું છે. ટીકાકર શ્રી મુનિચન્દ્રસૂરિ ગ્રન્થની સમાપ્તિમાં લખે છે કેઃ
नाविः कर्तुमुदारतां निजधियो वाचां न वा चातुरीमन्येनापि च कारणेन न कृता वृत्तिर्मयासों परम् ॥ तत्त्वाभ्यासरसादुपात्तसुकृतोऽन्यत्रापि जन्मन्यहम् - सर्वादीनवहानितोऽमलमना भूयासमुच्चैः रिति ॥ ४ ॥
।
મે આ ટીકા પેાતાની બુદ્ધિની ઉદારતા અને વાણી ચાતુરી પ્રગટ કરવા, તેમજ બીજા પણ કોઈ કારણથી કરી નથી, પરંતુ. તત્ત્વના અભ્યાસના રસથી પુણ્ય ઉપાર્જન કરી ખીજા જન્મમાં પણ સર્વ દુઃખનો નાશ થવાથી નિળ મનવાળા હુ' થાવું એવી શુભ ઈચ્છાથી આ ટીકા કરેલી છે. આ ટીકાના અક્ષરનું પ્રમાણ ત્રણ હજાર શ્લોકનુ છે.
સમાપ્ત શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ