________________
અધ્યાય-૮ ,
[ ૪૮૭ सद्धयानवहिना जोवी दग्ध्वा कमन्धनं भुवि । सद्ब्रह्मादिपदैर्गीतं स याति परमं पदम् ॥१॥
અથ–શુકલધ્યાનરૂપ અગ્નિવડે કર્મરૂપ ઈન્જનને બાળી નાખી સદ્ વ્ર વગેરે પદથી શાસ્ત્રમાં કહેલું પરમપદ જીવ આ મનુષ્યક્ષેત્રમાં પામે છે.
A ભાવાર્થ –શુદ્ધ ધર્મને આરાધન કરનાર જીવ શુકલધ્યાનની અગ્નિ વડે સર્વ કર્મ રૂપ ઈધનને બાળી નાખે છે. અને જે સત અથવા બ્રહ્મ કહેવાય છે, તેવું પરમાત્મપદ છવ આ મનુષ્યક્ષેત્રમાં મેળવે છે. મનુષ્ય જ આ પદ મેળવી શકે. તે પદને લોકાન્ત અથવા સિદ્ધક્ષેત્ર પણ કહે છે. તે સ્થાન આ ચૌદરાજ લેકની ઉપર આવેલું છે.
કર્મ રહિત જીવ ત્યાં કેમ જઈ શકે, તે શંકાને ખુલાસો શાસ્ત્રકાર આપે છે –
पूर्वावधवशादेव तत्स्वभावत्वतस्तथा । अनन्तवीर्ययुक्तत्वात्समयेनानुगुण्यतः ॥२॥
અથ–પૂર્વના સંસ્કારવશથી, તથા પ્રકારના સ્વભાવથી, તેમજ અનન્તવીર્યયુક્ત હોવાથી, એક સમયમાં સમ શ્રેણીને આશ્રય લઈને પરમપદને પામે છે.
ભાવાર્થ – પૂર્વે એટલે સંસારી અવસ્થામાં ગમન કરવાને સમય હતો તેના સંસ્કારથી તે કમરહિત જીવ પણ ગમન કરે છે. મળ વળગેલું તુંબડું જળમાં નીચે પડયું હોય છે, પણ જળથી મેલ જેમ ધોવાય છે તેમ ઉચે ચઢે છે, તે જ રીતે કર્મરૂપી મેલ જોવાઈ જવાથી જીવ ઉર્ધ્વગતિ કરે છે; એ તેને સ્વભાવ છે. તેને અનંત વીર્ય છે, તેથી સમશ્રેણિપણે એક સમયમાં ઉર્ધ્વગતિ કરી પરમપદ (આધ્યાત્મિક તેમજ સ્થાનિક) તે પામે છે.
स तत्र दुःखविरहादत्यन्तमुखसङ्गतः । तिष्ठत्ययोगो योगीन्द्रवन्धस्त्रिजगतीश्वरः ॥३॥