________________
૪૭૨ ]
ઘર્મબિન્દુ નાશ પામ્યાં છે, અને કારણ વિશેષ કાંઈ છે નહિ માટે તે ફરીથી, જન્મ લેતો નથી.
નામનો વતિ | રૂ૫ અર્થ—જેને જન્મ નથી તેને જરા નથી.
ભાવાર્થ-જે જન્મે છે તેને માટે વૃદ્ધાવસ્થા નિશ્ચિત છે, પણ જે જન્મતે જ નથી, તેને વૃદ્ધાવસ્થા નથી, માટે જન્મ જરાના. ભયથી નિર્વાણ પામેલે જીવ મુક્ત હોય છે. વિશેષ કહે છે –
एवं च न मरणभयशक्तिरिति ॥ ३६॥ અર્થ એ રીતે મરણનો ભય પણ રહેતું નથી.
ભાવાર્થ-જે જન્મે છે, તે વૃદ્ધ થાય છે, અને તેને મરણન: ભય રહે છે પણ જેને જન્મ નથી, તેને વૃદ્ધાવસ્થા નથી, અને તેને મરણ પણું નથી; તેમજ તે સંબંધી ભય પણ નથી, જ્યાં સુધી જ-મ છે, ત્યાં સુધી તો મરણ નિશ્ચિત છે; માટે એવા ઉપાય કરવા. કે ફરીથી જન્મ લે ન પડે. કહ્યું છે કે –
मृत्योर्बिभेषि कि बाल स च भीतं न मुश्चति । अजातं नैव गृणाति कुरु प्रयत्नमजन्मनि ।।
હે બાલ! તું મૃત્યુથી કેમ ડરે છે? ડરેલાને મરણ છોડી દેતું નથી. જે જન્મેલ નથી, તેને મરણ પકડતું નથી, માટે ફરીથી. જન્મ ન લેવો પડે તેવા પ્રયત્ન કર.
तथा न चान्य उपद्रव इति ॥ ३७॥ અર્થ -બીજો કોઈ ઉપદ્રવ હેત નથી.
ભાવાર્થ-ભૂખ, તરસ, રોગ વગેરેને ઉપદ્રવ સિદ્ધને હતો નથી, કારણ કે તે સર્વ શરીરના ધર્મો છે; માટે જે નિરૂપાધિ છે. અથવા શરીર રહિત કેવળ આમાવરથામાં છે, તેને ઉપર જણાવેલા. ઉપદ્ર પીડા કરી શક્તા નથી.