________________
૧૦ ]
ધમબિન્દુ, ભાવાથ–શાસ્ત્રકારોને ઉદ્દેશ એ છે, કે જે કાર્ય આલેકમાં પણ હિતકર થાય તેમજ પરલોકમાં પણ હિતકર થાય તે કરવું.
માટે ઉભયલેકમાં કલ્યાણકારી ન્યાય વૃત્તિથી જ ધન પ્રાપ્ત કરવું.
જે મનુષ્ય અન્યાયથી ધન મેળવે છે તે મનુષ્યને, અથવા તે. ધનથી મેળવેલી વસ્તુ જેવી કે બંગલે, ગાડી, ઘડા જોઈ લેકે આશંકા કરે છે અને કહે છે કે “આ બંગલે તો દિવાનગિરિમાં મેળવેલા ધનને છે, આ તો અમુક પાસેથી લાંચ લઈ બંધાવેલો છે!'' આવી આવી આશંકાઓ તે મનુષ્ય અથવા તેની વસ્તુ જેઈને થાય. છે. વળી તે મનુષ્યનું ચિત્ત સ્થિર રહેતું નથી. તેના પિતાના મનમાંજ શંકા રહે છે કે મારી આ અન્યાયની વાત કઈ જાણશે તે મારે વિષે શું કહેશે ? એમ અહર્નિશ આર્ત તથા રૌદ્ર સ્થાનમાં તેના દિવસો પસાર થાય છે. ધન હોવા છતાં ખુલલા હાથે તેને ઉપભેગ. થઈ શકતો નથી; તેમજ અન્યાયથી ધન ઉપાર્જન કરવામાં જે લેભ. વૃત્તિ મુખ્ય હતી, તેજ વૃત્તિ તેને દાનાદિ સત્કાર્ય કરવામાં તથા તેને ઉપભોગ કરતાં અટકાવે છે.
ધનની શાસ્ત્રકારોએ ત્રણ ગતિઓ કહેલી છે. દાન, ભોગ અથવા નાશ. જેઓ દાન દેતા નથી અથવા તો ઉપયોગ કરતા નથી, તેઓને મટે નાશરૂપ ત્રીજો માર્ગ ખુલ્લો છે. માટે અન્યાયથી પેદા કરેલું ધન પ્રાયઃ અન્યાય માર્ગેજ નાશ પામે છે.
જે મનુષ્ય ન્યાયથી ધન પેદા કરે છે, તેઓની ચિત્તવૃત્તિ શાન્ત. અને આનંદમય રહે છે. શુદ્ધ મનની પરિણતિ એજ ઉચ્ચ ગતિ પામવાને, માર્ગ છે. મન એજ મનુષ્યને બંધ તથા મેક્ષનું કારણ છે. માટે. તે મનુષ્ય આ જગતમાં પણ શંકા રહિતપણે ધનનો સદુપયોગ. કરી શકશે, અને તે ધન વડે થતા અનેક શુભ કાર્યને લીધે, તેમજ માનસિક શુદ્ધ વિચારેને લીધે, પરલોકમાં પણ તે સુખી થશે.