________________
અધ્યાય-૧
કેવળ ધનની અપેક્ષાથી જ નહિ, પણ પોતે મેળવેલું ધન ગરીબ તથા અનાથ મનુષ્યને ઉપયોગી થશે, તેમજ પિતાને પણ ધર્મમાગમાં લાભદાયી થશે, એવું ધારી ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તે ગૃહસ્થ ધર્મને યોગ્ય અનુષ્ઠાન કરે છે, એમાં સંદેહ નથી. તેથી ઉલટું જે શ્રાવક ધન મેળવવા મહેનત કરતો નથી અને નિર્વાહ માટે બીજા પર આધાર રાખે છે, તેનું ચિત્ત સ્થિર રહેતું નથી; પરાધીનતાથી તેને અનેક પ્રકારની ચિંતાઓ જાગૃત થાય છે, અને ધર્મકાર્યોને માટે જોઈતા ધન વિના તે અધર્માનુષ્ઠાનજ કરે છે. માટે
જ્યાં સુધી શ્રાવકધર્મ છે, ત્યાં સુધી ધન મેળવવાની આવશ્યકતા છે અને જેઓ શ્રાવક છતાં તે મેળવવા મથતા નથી, તેઓ બન્ને લાભ ગુમાવે છે. કહ્યું છે કે –
वित्तीवाच्छेयंमि य गिहिणो सीयन्ति सवकिरियाओ । निरवेक्खस्स ऊ जुतों संपुण्णों संजमों चेव ॥ १ ॥
આજીવિકાને નાશ થવાથી ગૃહસ્થની સવધર્મક્રિયાઓ શિથિલ થાય છે પણ જેને આજીવિકાની અપેક્ષા નથી, તેને તો સંપૂર્ણ સંયમ એ જ યોગ્ય છે.
ઉપર જણાવી ગયા કે ન્યાયથી ધન ઉપાર્જન કરવું. હવે તેનું કારણ ગ્રન્થકાર જણાવે છે. न्यायोपात्तं हि वित्तमुभयलोकहितायेति ॥४॥ अनभिशङ्कनीयतया परिभोगाद्विधिना तीर्थगमनाच्वेति ॥५॥ ' અર્થ-ન્યાયપાર્જીત ધન આ લેક તેમજ પરલોકના હિતને માટે થાય છે, કારણ કે શંકારહિતપણે તેને ઉપભંગ થાય છે, તેમજ વિધિપૂર્વક તીર્થગમનાદિ કાર્ય તે થન વડે થઈ શકે છે.