________________
અધ્યાય-૮
[ ૪૬૫
પદની પ્રાપ્તિ થાય છે, અને તેથી પરમસુખને લાભ થાય છે, કારણ કે તે તે પદને સ્વભાવ છે.
ભાવાર્થ –ભાવગનરાગદ્વેષ અને મહિને-સર્વ પ્રકારે વિનાશ થવાથી શક્ર, ચક્રવત વગેરેનાં એશ્વર્યા કરતાં અધિક ઐશ્ચર્ય– વાળું પરમેશ્વરપદ તે પ્રાપ્ત કરે છે; અને તે સ્થિતિમાં ઉત્કૃષ્ટ સુખ અને આનંદ તે ભગવે છે. કારણ કે પરમ આનંદ એ ઈશ્વરત્વનો સ્વભાવ છે. પરમાનંદ પચીસીમાં લખ્યું છે કે
परमानन्दसंपन्न निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यति निजदेहे व्यवस्थितम् ॥१॥
વિકાર અને દુ:ખરહિત તથા પરમ આનંદ સહિત પિતાના શરીરમાં રહેલા આત્માને ધ્યાનહીન મનુષ્યો જેતા નથી, એ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મા સ્વભાવે આનંદમય છે, અને ભાવ રોગથી તે આનંદ આચ્છાદિત થયેલ છે. માટે ભાવરોગને નાશ થતાં સ્વયમેવ તે આનંદ સ્વરૂપ પ્રકટ થશે.
આ રીતે તીર્થકર અને સામાન્ય કેવળીના સંબંધમાં ધર્મનું ફળ કહેવામાં આવ્યું. હવે તીર્થકરના સંબંધમાં ધર્મનું અસાધારણ ફળ છે તે શાસ્ત્રકાર કહે છે..
देवेन्द्रहर्षजननमिति ॥१५॥ અર્થ-તીર્થકરપણું દેવેન્દ્રને હર્ષ ઉત્પન્ન કરે છે.
ભાવાર્થ:-તીર્થકર જન્મવાના છે, એવો વૃતાન્ત દેવતાઓના. સ્વામી ઈન્દ્ર તથા બીજા દેવતાઓને હષ ઉત્પન્ન કરે છે.
तथा पूजानुग्रहाङ्गतेति ॥१६॥
અથ-પૂજાથી જગતને ઉપકારનું કારણ તીર્થકર પદ છે.
૨૦