________________
આવ્યા છે, જેથી વાચકવર્ગને આ ગ્રન્થ ઘણી સરલતાથી સમજાય. દરેક ખાખતને સ્પષ્ટ અને સમજાય તેવા રૂપમાં લખવાને અન્ય જૈન ગ્રન્થાના તેમજ બીજા પણ કેટલાક ગ્રન્થાના આધાર લેવામાં આવ્યો છે. અને તે તે સ્થળે નિવેદન કરવામાં આવ્યું છે. મૂળ ગ્રન્થકર્તાના આશય સ્પષ્ટ રીતે વાચક વર્ગ જાણી શકે તે માટે જે જે દાખલા, દલીલા, ઉપમાઓ વગેરે મારી શક્તિ અનુસાર મને જડી આવ્યું, તે આ ગ્રન્થમાં દાખલ કરવામાં આવ્યું છે.
વિવેચન તૈયાર થયા પછી તરતજ પ્રથમ મેં શ્રીમન્ બુદ્ધિસાગરજી મહારાજને વાંચવા તથા તેમાં જે કાંઈ દ્વેષ યા ભૂલ રહી ગઈ હાય તે જણાવવા વિનંતી કરી હતી, અને તેમણે પણ આખુ' વિવેચન વાંચી જે જે સૂચનાઓ કરી હતી, તદ્દનુસાર તેમાં ચેાગ્ય ફેરફાર કરવામાં આવ્યે હતા. પ્રથમના એ અધ્યાય પ'યાસશ્રી કેસરવિજયજીએ તપાસી કરેલી સૂચનાઓનેા પણ અમલ કરવામાં આવ્યે છે. આ પ્રમાણે મને સાહાય્ય આપવા માટે ઉક્ત બન્ને મુનિશ્રીઓના હું... અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
શાસ્ત્રનું રહસ્ય ઉંડું છે, અને મનુષ્યની મતિ અલ્પ છે. તેથી મારી અલ્પ બુદ્ધિ અનુસાર મેં આ મહાન ગ્રન્થનુ જે વિવેચન કર્યુ” છે, તેમાં ભૂલ થવાને સંભવ છે. એ હુ સારી રીતે સમજું છું, અને તેટલા માટે પવિત્ર મુનિ મહારાજાઓને તેમજ વિદ્વાન જૈનમ એને સવિનય વિનતિ કરૂ છું કે આ વિવેચનમાં જો કાંઈ પણ દેષ યા ભૂલ જણાય તેા તે મિત્રભાવે જણાવશે કે જેથી બીજી આવૃત્તિમાં ચેાગ્ય ફેરફાર થઈ શકે, અને એવી ભૂલ ફરીથી. થવાને સભવ ન રહે. ભાષાંતર કર્તા.