________________
ભાષાંતરકારની પ્રસ્તાવના. શ્રી હરિભદ્ર સૂરિકૃત ધર્મબિન્દુ ગ્રન્થ મૂળ ટીકા તથા ભાષાંતર સાથે શ્રી શાંતિસાગરજી તરફથી પ્રથમ પ્રકટ કરવામાં આવ્યે હતે. તે ગ્રન્થ જ્યારે મારા જેવામાં આવ્યું, ત્યારે પ્રતિપાદન શૈલીએ લખાયેલો તે લાગે અને આ કારણથી જ તે ગ્રન્થ વિશેષ વાંચવા તરફ મારી રૂચિ થઈ
શ્રી શાંતિસાગરજી તરફથી પ્રસિદ્ધ થયેલ ગ્રન્થમાં મૂળ તથા ટીકાનું ભાષાંતર જૂની ઢબ પ્રમાણે કરવામાં આવેલું છે; તેથી હાલના જમાનાના લોકો જેઓને સંસ્કારી ભાષા વાપરવાની તથા વાંચવાની ટેવ પડેલી છે, તેઓ આવા ગ્રન્થને લાભ મોટે ભાગે લઈ શકતા નથી. માટે તેવા મારા અન્ય બાંધવે પણ આ પુસ્તકને લાભ લઈ શકે તે હેતુથી આ ગ્રન્થનું ફરીથી ભાષાંતર કરવાની મારી પ્રવૃત્તિ થઈ
ટીકાને શબ્દ શબ્દ લેઈ તેનું ભાષાંતર કરવું એ મને ઠીક લાગ્યું નહિ. કારણકે તેમ કરવા જતાં વાકયરચના કિલષ્ટ બને છે, અને ભાવાર્થ જેવા રૂપમાં રજુ કરી હોય તેમ કરી શકાતું નથી. આ હેતુથી આ ભાષાંતરમાં મેં જૂદી જ પદ્ધતિ અંગીકાર કરી છે. મૂળ સૂત્રને આશય મારી બુદ્ધિ અનુસાર વિચારી ટીકા લખનાર મુનિશ્રી મુનિચંદ્ર મહારાજની ટીકા ધ્યાનમાં લેઈ મોટે ભાગે તે ટીકાને અનુસારે મેં વિવેચન કર્યું છે. કેઈ સ્થળે જ્યાં ફક્ત એકજ લીટીની ટીકા હોય ત્યાં મને યોગ્ય લાગવાથી બેબે પાનાનું વિવેચન મેં કર્યું છે, તથા કેટલેક સ્થળે ટીકાને ટુંકામાં સમાવી છે. જેટલું ટીકા લખનાર મુનિશ્રીએ જણાવ્યું છે તે સર્વ માટે ભાગે આ વિવેચનમાં આવી જાય છે, પણ તે ઉપરાંત બીજા ઘણું મુદ્દાઓ ચર્ચવામાં