________________
અધ્યાય-૭
ભાવાર્થ-આ લેકમાં ઉત્તમોત્તમ શુભ સ્થાન ઈન્દ્રનું ગણાય છે, તે સ્થાન પણ મનુષ્યને ધર્મથી મળે છે, અને તે સ્થાનમાં પણ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થતી જાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સારી રીતે સેવેલા ધર્મથી મનુષ્ય પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, અને તેથી શુભ માર્ગમાં તે વિશેષ વિશેષ આગળ વધતો જાય છે. तथा-धर्मश्चिन्तामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् ।।
हित एकान्ततो धर्मों धर्म एवामृतं परम् ॥२॥
અર્થ –ધમ શ્રેષ્ઠ ચિંતામણિ રત્નતુલ્ય છે, ધર્મ ઉત્તમ કલ્યાણકારી છે, ધર્મ એકાંત હિતકારી છે, અને ધર્મ એજ પરમ અમૃત છે.
ભાવાર્થ –ધર્મ આદરણીય છે એ સિદ્ધ કરવા માટે જે ઉપરના લેકમાં વારંવાર ધમ શબ્દ ગ્રહણ કરવામાં આવેલ છે.
तथा-चतुर्दशमहारत्नसद्भोगान्तृष्वनुत्तमम् । __चक्रवर्तिपदं प्रोक्तं धर्महेलाविजृम्भितम् ॥३॥
અર્થ:-ચૌદ રત્નોના ઉપભેગને કારણે મનુષ્યમાં ઉત્તત્તમ ગણાતું ચક્રવર્તિ પદ તે ધર્મની લીલાના વિલાસ સમાન છે.
ભાવાર્થ-ચૌદ મહારનાં નામ નીચે પ્રમાણે છે. ૧ સેનાપતિ; ર ગૃહપતિ, ૩ પુસહિત. ૪ હાથી, ૫ ઘોડે, ૭ વર્ધક, ૮ સ્ત્રી, ૯ છત્ર, ૧૦ ચર્મ, ૧૧ મણિ. ૧૨ કાકિણું, ૧૩ ખગ, ૧૪ દંડ, એ ચૌદ રત્નનું સુખ ચક્રવતી ભોગવે છે. અને તેને સુખ આ જગતમાં અનુપમ મનાય છે. તેવું સુખ ધર્મના પ્રભાવથી લીલા માત્રમાં સહજમાં પ્રાપ્ત થાય છે, માટે ધર્મની આરાધના કરવી એજ સાર છે. - શ્રી હરિભદ્રસૂરિકૃત ધમંબિંદુનું સાતમું પ્રકરણ સમાપ્ત થયું.
૨૯