________________
અધ્યાય-૭
[૪૪૩. तत्तथा स्वभावत्वादिति ॥२८॥
અર્થ –જીવન તે પ્રકારનો સ્વભાવ હોવાથી (શુભ. અધ્યવસાયની વૃદ્ધિ થાય છે.)
ભાવાર્થ-જીવના શુભ અધ્યવસાય થવા એ જીવને સ્વભાવ છે. આત્મા અનંતજ્ઞાન સ્વરૂપ છે, અને તેથી ઉંચજ્ઞાન સ્વરૂપને લીધે શુભ અધ્યવસાય આત્માના થાય, એ સ્વાભાવિક છે, ટીકાકાર લખે છે કે “ભવ્યપણું પરિપાક પામે છે, ત્યારે જીવની શુભ પરિણતિઓ અતિશય વૃદ્ધિ પામે છે.”
किंच प्रभूतोदाराण्यपि तस्य भोगसाधनानि अयत्नोपन तत्वात्, प्रासङ्गिकवादभिषङ्गाभावात्कुत्सिताप्रवृत्तेः शुभानुबन्धित्वादुदारसुखसाधनान्येव बन्धहेतुत्वाभावेनेति ॥२९॥
અથ—અતિશય ઉદાર એવા ભેગનાં સાધન પણ બન્ધના કારણના અભાવથી ઉદાર સુખના સાધન થાય છે. કારણ કે તે શુભ કર્મના અનુબંધથી ઉત્પન્ન થયેલા છે.. અને તેથી કુત્સિતકર્મમાં પ્રવૃત્તિ થતી નથી, અને તેથી તેમાં આસક્તિનો અભાવ હોય છે, અને તેથી પ્રસંગોપાત તે મળે. છે, અને તેને માટે પ્રયત્ન કરવો પડતો નથી. | ભાવાર્થ:-નગર, પરિવાર, અંતઃપુર વગેરે ભોગના સાધન આવા ધાર્મિક મનુષ્યને સુખના સાધન છે, પણ દુઃખના કારણ: ભૂત થતાં નથી. હવે તે સુખના સાધન શી રીતે થાય છે, તેનું કારણ એ છે કે અતિશય શુભ કર્મના ઉદયથી ખેંચાતા ખેંચાતા પુરૂષપ્રયત્ન વિના તે મળે છે. જેમ માણસ ખેતી કરે અને તેમાં પરાળ ઉગે તે પ્રાસંગિક ગણાય તેમ માણસ મોક્ષનો ઉદ્યમ કરે, અને ભોગ. સાધન તે મોક્ષમાર્ગમાં પરાળની માફક તેને પ્રયત્ન વિના મળે છે..