________________
૪૨૬ ]
ધમ બિન્દુ एवंविधयतेः प्रायो भावशुद्धर्महात्मनः । विनिवृत्ताग्रहस्योच्चैर्मोक्षतुल्यो भवोऽपि हीति ॥१॥
અર્થ-જેને દુરાગ્રહ નાશ પામે છે, અને જે ભાવથી શુદ્ધ છે, તેવા ઉચિત અનુષ્ઠાનને સેવનાર મહાત્મા યતિને ઘણે ભાગે સંસાર અને મોક્ષ સમાન છે.
| ભાવાર્થ-જે પોતાની અવસ્થાને ઉચિત અનુષ્ઠાન કરવામાં તત્પર છે, ભાવ શુદ્ધિવાળે છે, શરીર વગેરે ઉપર જેણે મૂછને ત્યાગ. કર્યો છે, તેવા ભાવયતિને સંસાર પણ મેક્ષ સમાન છે.
જો કે તે સંસારમાં રહે છે છતાં મેક્ષનું સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે. કહ્યું છે કેनिर्जितमदमदनानां वाकायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ॥ १ ॥
અહંકાર અને કામદેવને જીતનાર, વાણી. શરીર અને મનના વિકાર રહિત, પારકી આશા પુદ્ગલ ભાવની ઈચ્છા)નો નાશ કરનાર: સુવહિત સાધુને આ સંસારમાં પણ મેક્ષ છે.
સંસાર પણ મોક્ષ શી રીતે છે તે જણાવે છે – सद्दर्शनादि संप्राप्तेः सन्तोषामृतयोगतः । भावैश्वर्यप्रधानत्वात्तदासन्नत्वतस्तथा ॥२॥
અર્થ-સમ્યગ્દર્શન વગેરે મેળવવાથી, સંતેષરૂપ. અમૃતની પ્રાપ્તિથી, ભાવરૂપી એશ્વર્યના મુખ્યપણાથી, અને મોક્ષના સમીપપણાથી આ સંસારમાં જ મેક્ષિતુલ્યતા કહેલી છે.
ભાવાર્થ-ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ જેવી ઉપમા