________________
૪૨૪ ]
ધમબિન્દુ ભાવાર્થ-જે દ્રવ્યયતિ છે, તે સંજમ પાળવા માટે અશક્ત છે, એમ જે પ્રથમના સૂત્રથી જણાવ્યું તે દષ્ટાન્ત માત્ર છે. માટે તે ઉપરથી એમ ન સમજી લેવું કે દ્રવ્યયતિ સંજય પાળી શકેજ નહિ.
न सर्वसाधर्म्ययोगेनेति ॥७२॥ અર્થ–સર્વ સાધમ્યગથી ઉપરનું દષ્ટાંત કહેલું નથી.
ભાવાર્થ-જે બેની વચ્ચે સરખમાણ કરવામાં આવે છે, તે સર્વ અંશની સરખામણી નથી, પણ કેટલાક અંશયી છે, એ ધ્યાનમાં રાખવું. એ દષ્ટાન્તમાં સરખાપણું નથી એમ શા કારણથી કહી શકે છે એવી શંકાના નિરાકરણ અર્થે શાસ્ત્રકાર લખે છે કે –
यतेस्तदप्रवृत्तिनिमित्तस्य गरीयस्त्वादिति ॥७३॥
અર્થ -( અનુચિત કાર્યમાં) અપ્રવૃત્તિનું નિમિત્ત ભાવયતિ, તે મુખ્ય છે, માટે સર્વ અંશમાં સરખાપણું નથી.)
ભાવાર્થ-ભાવસાધુ અનાચાર સેવન વગેરે અઘટિત કાર્યમાં પ્રર્વતત નથી, તેનું કારણ સમ્યગ્દર્શનને પરિણામ છે, અને તે સમ્યગ્દર્શન અનુચિત કાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર મિથ્યાત્વ કષાય વગેરેથી વધારે મહત્ત્વનું છે, કારણ કે સમ્યગ્દર્શન એ આત્માને સ્વાભાવિક ગુણ છે, અને મિથ્યાત્વ કષાય વગેરે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા આત્માના અસ્વાભાવિક ગુણો છે; માટે સ્વાભાવિક ગુણ તે અસ્વાભાવિક કરતાં વધારે મહત્વને હેય તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તેજ બાબત શાસ્ત્રકાર પણ જણાવે છે - वस्तुतः स्वाभाविकत्वादिति ॥७४॥
અર્થ–ખરેખર (સમ્યગ્દર્શન વગેરે) આત્માના સ્વાભાવિક ગુણે છે માટે તેનું મહત્વ પણું છે.)