________________
૪રર]
ધમબિન્દુ વળી તે ઉપદેશને બીજે પણ હેતુ છે તે શાસ્ત્રકાર દર્શાવે છે -
तत्संरक्षणानुष्ठानविषयश्च चक्रादिप्रवृत्त्यवसानभ्रमाधानज्ञातादिति ॥६७॥
અર્થ–ચારિત્રના પરિણામના રક્ષણાર્થે અનુષ્ઠાન વિષયવાળ ઉપદેશ છે તે ઉપદેશ ચક્ર ભમતું બંધ રહેવા આવે ત્યારે તેને ગતિમાં મૂકવા સમાન છે.
ભાવા –જે ચારિત્રના ભાવ થયા હૈય, તેનું રક્ષણ કરવા માટે અનુષ્ઠાન કરવા ફરમાવેલાં છે; તેવા અનુષ્ઠાન જેમાં વર્ણવેલાં છે તે ઉપદેશ બહુજ લાભકારી છે, જેમ કે –
“અપ્રમત્ત પુરૂષે પાપના મિત્ર એવા અસંપતિ પુરૂષના સંસર્ગને ત્યાગ કરી, અને શુદ્ધ ચારિત્રવંત ધીર પુરૂષોને. સંસર્ગ કરો.”
જેમ કુંભારને ચાક ફરતો હોય, પણ જેમ તેની ગતિ મંદ. પડી જાય તે, દંડથી તેની ગતિને કુંભાર તીવ્ર બનાવે છે, તેમ ચારિત્ર પરિણામની મંદતા ભાવવીયન નાશથી થાય તો તે મંતા. ટાળી તેવતા ઉત્પન્ન કરવાને માટે આ બોધ છે.
હવે તે ઉપદેશનું નિષ્કળપણું કયારે છે તે બતાવે છે – माध्यस्थे तद्वैफल्यमेवेति ॥६८॥
અર્થ–મધ્યસ્થપણામાં તે ઉપદેશનું નિષ્ફળપણું છે.
ભાવાર્થ –અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિની મંદતા એ બે અવસ્થાના મધ્ય ભાગરૂ૫ મધ્યસ્થપણું જ્યારે હાય, એટલે ચારિત્રના ભાવની તીવ્રતા વર્તતી હોય, ત્યારે ઉપદેશનું નિષ્ફળ પણું છે. બીજા શબ્દોમાં કહીએ તે તેવા ચારિત્રના તવભાવવાળા પુરૂષને ઉપદેશની જરૂર નથી; તેનું કારણ આગળના સૂત્રથી જણાવે છે –