________________
અધ્યાય-૬
[ કર૧ વાસ કરે, ગુરૂને આધીન વર્તે, તથા ઉચિત એવો વિનય કરે, તથા કાળની અપેક્ષાએ વસતિ (રહેવાની જગ્યા)નું પ્રમાર્જન કરવા પ્રયત્ન કરે, તથા બળનું ગેપન ન કરે, (ધર્મ કાર્યમાં પુરૂષાર્થ ફોર) સર્વ જગ્યાએ શાંત રીતે વર્તે, પિતાને હિતકારી વસ્તુનું ચિંતન કરે, ગુરૂની આજ્ઞા થયે, મારા પર મોટો અનુગ્રહ થયો એમ વિચારે, તથા સંવરને વિશે અતિચારાદિ દેષનું નિવારણ કરે, તથા છ છવ નિકાયની રક્ષાને વિષે શુદ્ધભાવ રાખે, તથા વિનયાદિ વિધિએ કરી સ્વાધ્યાય કરે, શાસ્ત્રોક્ત મરણાદિના વિચાર કરે, તથા સુર્યાતિજને પાસે ઉપદેશ સાંભળે. જે ચારિત્રના ભાવ સાધુમાં હોય, તો પછી આ ઉપદેશ આપવાની જરૂર શી છે ?” એની શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર લખે છે કે –
चारित्रिणां तत्साधनानुष्ठानविषयस्तूपदेशः प्रतिपात्यसौ कर्मवैचित्र्यादिति ॥६६॥
અર્થ-તેને ચારિત્ર પરિણામને) સાધનાર અનુષ્ઠાનના 'વિષયવાળે ઉપદેશ છે, કારણ કે તે (ચારિત્ર પરિણામ) કર્મને વિચિત્રપણાને લીધે પ્રતિપાતી છે.
ભાવાર્થ-જેના ચારિત્રના પરિણામ છે, એવા ચારિત્ર ગ્રહણ કરનારાને પણ ચારિત્ર પરિણામને સાધનારા અનુષ્ઠાનને ઉપદેશ આપવો એ ઉત્તમ છે, કારણ કે કર્મ વિચિત્ર પ્રકારનાં છે; અને તેથી ચારિત્ર પરિણામથી પડવાને સંભવ રહે છે. કહ્યું છે કે
ગાઢ કઠણ ચીકણું, વજ સાર એવા કર્મ જ્ઞાનમાર્ગને વિષે "સ્થિર થયેલાને પણ ઉભાગે લઈ જવા સમર્થ થાય છે.” માટે કર્મ વશથી કદાચ કઈ ચારિત્ર ભવથી પતિત થાય, તે પણ ગુરૂકુળવાસ વગેરે સાધને તેને ચારિત્રભાવમાં સ્થિર રાખવામાં સહાયભૂત થાય છે, માટે તેને ઉપદેશ હિતકારી છે પણ નિરર્થક નથી.