________________
અધ્યાય-૧
[ ૫ સિદ્ધાન્તને આધારે જે અનુષ્ઠાન થાય તેને વિદ્વાન પુરૂષોએ “ઘમ' કહેલો છે.
અનુષ્ઠાન એટલે કોઈ પણ ક્રિયા અથવા પ્રવૃત્તિ; તે બે પ્રકારની છે. એક વિધિરૂપે અને બીજી પ્રતિષેધ રૂપે.
સામાયિક કરવું' એ રૂ૫ આદેશ તે વિધિ અનુષ્ઠાન. ‘હિંસા ન કરવી તે રૂપ આદેશ તે પતિ વેધ અનુષ્ઠાન.
માટે શાસ્ત્રાનુસારે ઉપર જણાવેલું બે પ્રકારનું અનુષ્ઠાન કરવું તેનું નામ ધર્મ કહેવાય. વળો તે અનુષ્ઠાન મૈત્રી આદિ ચારભાવનાથી સંયુક્ત હેવું જોઈએ. તે ચાર ભાવનાઓ આ પ્રમાણે છે.
મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કારુણ્ય ભાવના અને માધ્યસ્થ ભાવના. આ ચાર ભાવનાઓનું ટુંક સ્વરૂપ અત્રે આપવામાં આવે છે. | સર્વ પ્રાણિ માત્રમાં રહેલા આ માએ સત્તાએ એક સરખા છે એવું નિશ્ચિત કરી સર્વ પર સમ ભાવ રાખવો તે મૈત્રી ભાવના અર્થાત્ સર્વ પ્રાણિપ્રતિ મિત્ર તુલ્ય વર્તવું.
આપણાથી જ્ઞાનમાં ગુણમાં તથા બીજી કોઈ રીતે આગળ વધેલા મનુષ્યને જોઈને હૃદયમાં જે આનંદ થશે તેનું નામ પ્રમોદ ભાવના,
આપણાથી જ્ઞાનમાં ગુણમાં, સત્તામાં અથવા બીજી કઈ રીતે "ઉતરતા મનુષ્યને તેમજ પ્રાણિવર્ગને જોઈને અથવા તેમને દુઃખી
જોઈને હૃદયમાં જે દયાભાવ-કૃપા દૃષ્ટિ જાગૃત થાય, તેનું નામ , કારૂણ્ય ભાવના.
દેવની, ગુરૂની આપણી તથા અન્ય પુરૂષોની નિન્દા કરતો કેઈને જોઈ તેના તરફ દ્વેષ ન કરતાં “કમની વિચિત્ર ગતિ' છે, એમ શ્રદ્ધા રાખી તેની ઉપેક્ષા કરવી, તેનું નામ માધ્યસ્થ ભાવના,
ઉપર જણાવેલી ચાર ભાવનાઓ સહિત જે અનુષ્ઠાન યથારાસ કરવામાં આવે તેનું નામ ધર્મ કહેવાય. ૩