________________
અધ્યાય-૬
[ ૪૧૧
जिनभवनं जिनबिम्ब जिनपूजां जिनमत च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि ॥ १ ॥
જિન ભવન, જિનબિંબ જિનપૂજા અને જિનમત જે કરે છે તે પુરૂષના હાથમાં મનુષ્યનાં, દેવનાં અને મોક્ષના સુખ આવે છે, અર્થાત સર્વ પ્રકારનાં ઉત્તમ સુખે તેને સહજ મળે છે. માટે દ્રવ્ય સ્તવ એ ભગવંતની આ પ્રમાણેની આજ્ઞાનું પાલન છે. અને આજ્ઞા પાલન એ ભકિત છે, માટે દ્રવ્યસ્તવથી પણ ભક્તિ થાય છે, એ નિઃસંદેહ છે. हृदि स्थिते च भगवति क्लिष्टकर्माविगम इति ॥४८॥
અર્થ –ભગવંત હદયમાં સ્થિર થયે કલેશકારક કર્મોને ક્ષય થાય છે.
ભાવાર્થ –સંસારમાં વાસ કરાવનાર જે જે કર્મો છે, તે કિલષ્ટ કર્મો છે. જ્યારે ભગવંત આપણા હૃદયમાં વાસ કરે છે, ત્યારે તે કલેશકારક કર્મને ક્ષય થાય છે. કલ્યાણ મંદિરમાં પણ આજ ઉદેશથી લખેલું છે કે –
हद्वर्तिनि त्वयि विभो शिथिलीभवन्ति । जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः ॥ सद्यो भुजङ्गममया इव मध्यभागमभ्यागते वनशिखंडिनि चन्दनस्य ॥ १ ॥
જ્યારે હે પ્રભો! તું અમારા હૃદયમાં વાસ કરે છે, ત્યારે ક્ષણવારમાં પ્રાણીના ગાઢ કમ બધન પણ ઢીલાં પડી જાય છે. દાખલા તરીકે વનને મોર વનના મધ્યભાગમાં આવવાથી ચંદન વૃક્ષને વિંટળાઈ વળેલા સર્પોના બન્ધન શિથિલ થઈ જાય છે. એટલે કે સર્પ એકદમ પલાયન થઈ જાય છે.