________________
૪૧૦ ]
ધર્મબિન્દુ જે ભગવંત કૃતકૃત્ય છે તે પછી તેમની પુષ્પાદિ વડે પૂજા. કરવાથી શું પ્રયોજન છે? એવી શંકાના સમાધાનાથે શાસ્ત્રકાર લખે છે કેउचितद्रव्यस्तवस्यापि तद्रूपत्वादिति ॥४६॥ .
અર્થ –ઉચિત દ્રવ્યસ્તવ પણ ઉપદેશ પાલાવારૂપ છે. માટે તે પણ ભકિત કહેવાય.
ભાવાર્થ-ગ્ય દ્રવ્ય સ્તુતિથી પણ ભગવંત આજ્ઞાનું પાલન થાય છે. કારણ કે શાસ્ત્રમાં ઉપદેશ છે કે યોગ્ય અવસરે પવિત્ર થઈને સારા પુષ્પવડે તેમજ ઉત્તમોત્તમ રસુતિ સ્તરવડે જિન પૂજા. કરવી.” આવી ભગવંતની આજ્ઞા છે; અને તે આજ્ઞા પ્રમાણે વર્તવાથી ભકિત થાય છે; માટે નિરંતર જિન પ્રતિમાનું પૂજન કરવું, દ્રવ્યરતવને ઉપદેશ પાળવારૂપ ગણવામાં આવ્યું છે તે ભાવ-- સ્તવને ગણવામાં આવે તેમાં આશ્ચર્ય જેવું શું છે?
દ્રવ્યતવથી પરમાત્માની ભકિત થાય છે એમ તમે શી રીતે. કહી શકે છે તેને ઉત્તર શાસ્ત્રકારજ આપે છે.
भावस्तवाङ्गतया विधानादिति ॥४७॥
અર્થ --દ્રવ્યસ્તવ ભાવસ્તવનું અંગ છે, એમ કહેલું હોવાથી (દ્રવ્યરતથી પણ ભગવંતની શકિત થાય છે.) | ભાવાર્થ –શુદ્ધ યતિધર્મના કારણરૂપેદ્રવ્યસ્તવ શાસ્ત્રમાં રહેલું છે. વિષયતૃષ્ણદ કારણેથી સાધુધર્મરૂપ મંદિરના શિખર પર ચઢવા અસમર્થ અને ધર્મ કાર્યને કરવા ઈચ્છતા પ્રાણી માટે મોટા સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થવાને બીજે માર્ગ ન જણવાથી ભગવંતે સદ્દ આરંભરૂપ દ્રવ્યસ્તવને ઉપદેશ કર્યો.