________________
અધ્યાય
[ ૪૫ ભાવનાજ્ઞાન છે; તે પુરૂષ કદાપિ અહિત માર્ગમાં પ્રવૃત્તિ કરતો નથી, તેમ હિત માર્ગથી પાછો હઠત નથી. ભાવના જ્ઞાનવાળાના કાર્યો વિપરીત હતાં નથી.
तद्वन्तो हि दृष्टापाययोगेऽप्यदृष्टापायेभ्यो निवर्तमाना दृश्यन्त एवाऽन्यरक्षादावितीति ॥३६॥
અર્થ-જે ભાવના જ્ઞાનવાળા છે, તે જોવામાં આવતાં કષ્ટોની પ્રાપ્તિ થવાથી, જે કષ્ટો નથી જોવામાં આવતાં તેનાથી પણ નિવૃત્તિ પામે છે, અને અન્ય જીવોની -રક્ષા કરવાના કામમાં પ્રવૃત્ત થાય છે.
ભાવાર્થ --જે ભાવનાજ્ઞાનવાળા પુરૂષો છે, તે મરણ વગેરે કષ્ટો જે જોવામાં આવે છે, તે મરણાદિની પ્રાપ્તિ થતાં નરકાદિક મુગતિને પમાડનારા એવા હિંસાદિક કર્મથી નિવૃત્તિ પામે છે. તેઓ આ પ્રમાણે અનર્થકારી કાર્યો કરતાં અટકે છે, એટલું જ નહિ પણ અન્ય જીવોની રક્ષા કરવા સર્વદા તત્પર રહે છે.
આ સ્થળે ટીકાકાર મેતાર્ય મુનિનું દષ્ટાન્ત આપે છે. મેતાર્ય મુનિ કેઈ સનીને ત્યાં ભિક્ષા અર્થે ગયા હતા. તેની સોનાના જવ ઘડત હતા; તે કામ પડતું મૂકી તેણે તે સાધુને ભિક્ષા આપી, તેવામાં તેને પાળેલો ક્રૌંચ નામને પક્ષો કેટલાક સેનાના જવ ગળી ગયો. મુનિએ આ સર્વે નજરે જોયું. પણ મૌનવ્રત ધારણ કરી ચાલ્યા ગયા. પાછળથી તે જવ ગણુતા ઓછા જણાયા તેથી સોનીને તે મેતાર્ય મુનિ પર શંકા પડી. મુનિને પૂછતાં મુનિએ તે ક્રૌંચ પક્ષીનું નામ ન દેતાં મૌન રહ્યા, તે ઉપરથી તે સનીએ મેતાર્ય મુનિને તાડન કર્યું. તે કષ્ટ વેિઠયું છતાં બીજા પ્રાણીને હેરાન થવા ન દીધે. એવા મહાસત્ત્વવંત મુનિરાજે ભાવજ્ઞાનવાળા હોય છે. કોઈ ધર્મ માર્ગથી પતિત થયો હૈય, તો તેને પ્રેમમાં સ્થિર કરે છે એવી રીતે અનેક પ્રકારને