________________
૩૯૮ ]
ધમબિન્દુ तथा रुचिस्वभावत्वादिति ॥२३॥
અર્થ–માર્ગને અનુસરવાની રૂચિવાળો સ્વભાવ થવાથી.
ભાવાર્થ–જ્યારે કોઈ માણસને કોઈ માર્ગ પસંદ પડે છે, ત્યારે તે માર્ગે ચાલવાની રૂચિ થાય છે, અને પછી તે માર્ગે તે ચાલે છે, માટે માર્ગ ઉપર ચાલવામાં આવે, તે પહેલાં તે માર્ગે ચાલવાની રૂચિ થવાની જરૂર છે કારણ કે રૂચિ વિના યથાર્થ પ્રવૃત્તિ થતી નથી. હવે સન્માર્ગે ચાલવાની રૂચી શાથી થાય ? તે જણાવે છે -
श्रवणादौ प्रतिपत्तेरिति ॥२४॥
અર્થ-શાસ્ત્ર શ્રવણ વગેરેથી (પિતાની ભૂલ) અંગીકાર કરવાથી (માર્ગ પર ચાલવાની રૂચિ થાય છે.)
ભાવાર્થ-શાસ્ત્ર શ્રવણથી અથવા બીજાના ઉપદેશથી મનુષ્ય પિતાની ભૂલ કબૂલ કરે છે; હું અત્યાર સુધી જે કામ કરતો હતો તે ખોટું છે, એવું તેના હૃદયમાં ભાન થાય છે; ભાન થતાંની સાથે - સન્માગ શે છે, તે શેધવા મન તલપે છે; અને તે શોધી કાઢી તે માર્ગે ચાલવાને પ્રેરાય છે; આ રીતે સન્માર્ગે ચાલવાની રૂચિ થાય છે.
શાસ્ત્ર શ્રવણથી મનુષ્ય પોતાની ભૂલ કબૂલ કરે છે, એમ પણ તમે શાથી કહો છો ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે
असदाचारगईणादिति ॥२५॥ અર્થ-અસદાચારની નિન્દા કરવાથી.