________________
૩૮૬ ]
ધર્મબિન્દુ
પ્રકરણ ૬ ઠું.
નિરપેક્ષ અને સાપેક્ષ યતિધર્મનું કેટલુંક વર્ણન પાંચમા પ્રકરણમાં કરવામાં આવ્યું. હવે તે સંબંધી વિશેષ વર્ણન કરવા ઈચ્છતા શાસ્ત્રકાર નીચે પ્રમાણે આ પ્રકરણને આરંભ કરે છે –
आशयाधुचितं ज्यायोऽनुष्ठानं सूरयो विदुः। साध्यसिद्वियङ्गमित्यस्माद्यतिधर्मों द्विधा मतः॥१॥
અર્થ–આશય વગેરેને ઉચિત અનુષ્ઠાનને આચાર્યો અતિ શ્રેષ્ઠ કહે છે. કેમ કે સાધવા ગ્ય સિદ્ધિનું તે અંગ છે, માટે યતિધર્મ બે પ્રકાર છે. | ભાવાર્થ –હદયને આશય, જ્ઞાન, શરીરબળ, પરને ઉપકાર કરવાની શક્તિ અથવા અશક્તિ; આ સર્વે ધ્યાનમાં લઈ જે અનુષ્ઠાન જિનધર્મની સેવા માટે કરવામાં આવે છે તે પ્રશસ્ય છે, એમ આચાર્યો કહે છે.
તે સકલ કલેશને નાશ કરનાર જે મેક્ષ, તેની પ્રાપ્તિનું કારણ છે. આ કારણથી સાધુ પુરૂવની યોગ્યતા આશ્રયી બે વિભાગ પાડવામાં આવેલા છે. સાપેક્ષ યતિધર્મ, અને નિરપેક્ષ યતિધર્મ,
- જે પ્રશસ્ય અનુષ્ઠાન છે, તે સાધ્ય વસ્તુ સિદ્ધ કરવાનું ઉમદા કારણ છે. તે જ બાબત ગ્રંથકાર બીજા ક્ષેકથી જણાવે છે –
समग्रा यत्र सामग्री तदक्षेपेण सिध्यति । दवीयसाऽपि कालेन वैकल्ये तु न जातुचित् ॥२॥
અર્થ-- જે કાર્યમાં સર્વ સામગ્રી હોય છે, તે તરત જ સિદ્ધ થાય છે, પણ સામગ્રીના અભાવમાં તો ઘણું કાળ પછી પણ કાર્યની સિદ્ધિ કદાચ ન પણ થાય.