________________
અધ્યાય-૫
[ ૩૭૮ ભાવાર્થ:–શરીરના સામર્થ્યની પિતાની ચિત્તવૃતિની તથા આસપાસના સાધુઓની સહાયને વિચાર કરી સંલેખના કરવી એ. ભાવ છે.
દ્રવ્ય સંલેખના અને ભાવ સંલેખના એ બેમાંથી કઈ ઉત્તમ છે ? તેને ઉત્તર શાસ્ત્રકાર આપે છે.
भाव संलेखनायां यत्न इति ॥८५॥
અથ––ભાવ સંલેખના કરવાનો પ્રયત્ન સાધુએ કરે.
ભાવાર્થ --કષાય તથા ઈન્દ્રિયોના વિકારને મન્દ કરવા માટે : ભાવ સંલેખના કરવાની છે. અને દ્રવ્ય સં લેખના પણ ભાવ . સંલેખનાને મદદ કરવા માટેજ શાસ્ત્રકારોએ ઉપદેશી છે. આ સૂત્ર. ઉપર ટીકા નીચે પ્રમાણે છે.
સંસારમાંથી મુક્ત થવા ઈચ્છા રાખનારા મુમુક્ષુઓએ મરણને સમય જાણવા માટે તત્પર રહેવું, મરણકાળને જાણવાના માર્ગ આગમથી, તથા દેવતાના વચનથી, તથા પોતાની સુંદર બુદ્ધિથી, માઠાં સ્વપ્ન જેવા વગેરે અનેક રીતે શાસ્ત્રમાં વર્ણવેલા છે.. એવી રીતે મરણનો સમય જાણીને ઉત્સર્ગ માર્ગે પ્રથમથી જ : બાર વર્ષ સુધી સંલેખના કરવી. પ્રથમના ચાર વર્ષ સુધી તપ કરવા; ચતુર્થ અષ્ટમ, દશમ દ્વાદશ વગેરે તપ કરવાં. પછી, ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરે, પણ પારણે વિગઈ રહિત . નવી તપ કરે એટલે ઉત્કટ રસને ત્યાગ કરે, પછી બે વર્ષ સુધી ચતુર્થ કરે એટલે ઉપવાસ કરે. પારણે આયંબિલ કરે. આ રીતે. દશ વર્ષ પુરા થયા પછી છેલ્લાં બે વર્ષમાં શું કરવું તે હવે બતાવે છે.
અગીયારમાં વર્ષના પ્રથમ છ માસ સુધી ચતુર્થ, ષષ્ઠ, તપ, કરે, અને પારણે આયંબિલ કરે, પરંતુ કાઈક ઉણે આહાર ગ્રહણ