________________
અધ્યાય-૫
[ ૩૫૯ અર્થ–સ્ત્રીના શરીરના અવયવ તરફ પિતાની ઈન્દ્રિયને પ્રયોગ ન કરે.
ભાવાથ–સ્ત્રીના અંગના અવય બ્રહ્મચારીએ ધારી ધારીને ન જોવાં. ત્યારે શું બ્રહ્મચારીએ દષ્ટિ બંધ રાખી વર્તવું ? ના. કહેવાનો ભાવાર્થ એવો છે કે સ્ત્રી આદિને બ્રહ્મચારી દેખે તે ખરે પણ આ સારી છે, આ નરસી છે, આ અવયવ મનહર છે, આ અવયવ સુંદર છે એ વિચાર તેણે કરે નહિ. તેમજ કઈ પ્રકારે સ્ત્રીઓનાં કઈ અંગ ઉપર સહજ દૃષ્ટિ પડી તે ફરીથી તે અંગ જોવા નેત્રને ઉપયોગ કરે નહિ. કેઈપણ ઈન્દ્રિયને સ્ત્રીના અંગ સાથે વ્યાપાર ન કરે, એ નિયમ બ્રહ્મચારીએ પાળવાને છે. શાસ્ત્રમાં લેખ છે કે જે સ્થળે સાધુઓ વસતા હેય, તે સ્થળે ચિત્રામણની પૂતળી પણ હોવી જોઈએ નહિ. કારણ કે તેના અંગ ઉપર દૃષ્ટિ પડવાથી મન પણ ચક્ષુની પાછળ ખેંચાય, અને તેથી વિષયની જાગૃતિ થતાં અનર્થ થવાને સંભવ રહે -
कुडयान्तरदाम्पत्यवर्जनम् इति ॥४४॥
અર્થ –એક ભીંતને અંતરે સ્ત્રી પુરુષ વસતા હોય તેવા સ્થાનને સાધુએ ત્યાગ કરવો.
ભાવાર્થ-જે સ્થાનમાં સ્ત્રી પુરૂષ સુતાં હોય તે સ્થાનથી ફક્ત એક ભીંતનું અંતર હોય, તેવી જગ્યાએ સાધુ પુરૂષે વસવું યોગ્ય નહિ. કારણ કે સ્ત્રી પુરૂષ કામ ક્રીડાની વાર્તા કરતા હોય તે જો તે સાધુના સાંભળવામાં આવે તો તેનું મન વિવળ થાય, અને ધ્યાન, સ્વાધ્યાય વગેરે થઈ શકે નહિ. માટે તેવા સ્થાનમાં બ્રહ્મચારીએ વસવું ઉચિત નથી.
पूर्वक्रीडितास्मृतिरिति ॥४५॥