________________
૩૨ ].
ધર્મબિન્દુ જે માણસે દીક્ષા લીધી છે, પણ દીક્ષાના નિયમ પ્રમાણે વર્તતા નથી, અને અસદ્ આરંભ કરનાર છે,ની તે ભિક્ષા પૌરૂષળી પુરૂષાર્થને (નાશ કરનારી) છે.
જે પુરૂષો નિર્ધન, અંધ તથા પાંગળાં છે, અને બીજી ક્રિયા. કરવા અસમર્થ છે, તે લેકે આજીવિકાને માટે ભિક્ષા કરે તે વૃત્તિ ભિક્ષા સમજવી. આ ત્રણ પ્રકારની ભિક્ષામાંથી યતિએ સર્વસંપન્કરી નામની ભિક્ષા કરવી.
तथा आघाताद्यदृष्टिरिति ॥ १३ ॥
અર્થ-જે સ્થાનમાં જીવહિંસા થતી હોય તેવા સ્થાન વગેરેમાં સાધુએ દષ્ટિ ન કરવી.
ભાવાર્થ-જે સ્થળે જવને આઘાત થતો હોય તે સ્થળને આઘાત સ્થાન કહે છે. તેવા સ્થાનમાં તેમજ આદિ શબ્દથી જુગારી લેકનું સ્થાન, નાટકશાળા તથા લુચ્ચાલફંગા પુરૂષના સ્થાન તરફ સાધુ પુરૂષે જરાપણ દ્રષ્ટિ ન કરવી. કારણ કે તે જોવાથી ઘણું ભવના તે સંબંધી સંસ્કાર જાગૃત થાય, અને પ્રમાદથી તે તરફ મન આકર્ષાઈ જવાનો ભય રહે છે; અને તેમાંથી અનર્થકારી પરિ ણામ આવવાને ભય રહે છે; માટે સાધુ પુરૂષોએ તે તરફ દ્રષ્ટિ સરખી પણ કરવી ઉચિત નથી.
तथा तत्कथाऽश्रवणमिति ॥ १४ ॥ અર્થ તેવા સ્થાનની વાત પણ ન સાંભળવી.
ભાવાર્થ –પોતે જાતિ તે સ્થળ જેવું નહિ, તેટલું જ નહિ પણ તે સ્થળ સંબંધી કઈ વાત કરતું હોય, તે તે પણ સાંભળવી નહિ, કારણ કે સાંભળવાથી પણ પૂર્વ સંસ્કારો જાગૃત થાય છે, અને સન્માર્ગથી પતિત થવાને ભય રહે છે.