________________
અધ્યાય-૪
[ ૩૩૩ અને તેજ યતિવ્રતને દીપાવે. અને શાસનને શોભા આપે. જ્યાં ઉપાય સાધન સારાં ન હોય, ત્યાં સફળની આશા રાખી શકાય નહિ. જેવાં કારણે તેવાં કાર્યો. માટે જે માણસમાં ઉપર જણાવેલા ગુણે હેય તે. પુરૂષ વિધિ પ્રમાણે યોગ્ય ગુરૂ પાસે દીક્ષા લે છે તે ખરેખર યતિ છે,. અને તેજ સાધ્ય વસ્તુ મેળવી શકશે એ નિઃસંશય છે. આથી વિરૂદ્ધ, જે ચાલે તેને દોષ બતાવતા શાસ્ત્રકાર આ ચોથા પ્રકરણની સમાપ્તિ કરે છે –
यस्तु नैवंविधो मोहाच्चेष्टते शास्रबाधया । . स तादृग्लिङ्गयुक्तोऽपि न गृही न यतिर्मतः इति ॥ ३ ॥
અર્થ–જે ઉપર જણાવ્યા પ્રમાણે નથી વર્તતે, અને મોહથી શાસ્ત્રનું ઉલ્લંઘન કરી વતે છે, તે યતિલિંગ ધારી હોય તે પણ તે યતિ પણ ન કહેવાય તેમ ગૃહસ્થ પણ ન કહેવાય. | ભાવાર્થ –જે પુરૂષમાં ઉપર જણાવેલા ગુણે નથી, તેવો કઈ પુરૂષ ઉપર કહેલી વિધિથી વિરૂદ્ધ પ્રમાણે ચાલતા હોય, અને મોહના આવેશથી શાસ્ત્રોના અર્થોનું ઉલ્લંઘન કરતા હોય, તે પુરૂષે શુદ્ધ યતિ વસ્ત્ર ધારણ કર્યો હોય અને ખરા સંયતિમાં ને તેનામાં બાહ્ય. વેષથી જરા પણ ભેદ ન હય, છતાં તે યતિ નથી; પણ કેવળ નામધારી યતિ છે. ભાવચારિત્ર રહિત છે, માટે તે યતિ નથી, અને તે ગૃહસ્થી પણ નથી. કારણકે ગૃહસ્થને યોગ્ય આચાર રહિત છે.
આ રીતે યતિના ગુણ જેનામાં નથી. તે યતિત્રત મોહગર્ભિત વૈરાગ્યથી ધારણ કરે તો તે ઉભય ભ્રષ્ટ થાય છે. તેને ગૃહસ્થાવાસ. બગડે છે, અને યતિવ્રતને લાયકજ હોતા નથી. આવાં ખેદકારક પરિણામ કેટલીક વાર આવે છે. તેથી જૈનધર્મની અને તેના અનુ. યાયીઓની હેલના થાય છે; અને લેકે માં તેનું બહુમાન ઘટી જાય છે. માટે દીક્ષા આપતાં તેની યોગ્યતા સંબંધમાં ગુરૂએ બહુ વિચાર,