________________
અધ્યાય-૩
[ ૨૬૫
પ્રથમ પિતાની શકિત પ્રમાણે વિચાર કરો. જરા સમજણ ન પડે કે બીજાની સહાય માગવા દેવાથી પિતાની બુદ્ધિ ખીલતી નથી, અને બાળકને તેની મા ચાવીને ખવરાવે તેવી સ્થિતિ આપણું થાય છે. બહુશ્રમ કરવા છતાં આપણને કોઈ બાબત ન સમજાય, તે નમ્રભાવે તે બાબતના જાણકાર ગુરૂને પૂછવું પણ એમને પૂછવાથી મારી હલકાઈ થશે એવા ખોટા ગર્વથી શંકાને હૃદયમાં દાબી દેવી નહિ; કારણકે તેથી તે બાબતનું એટલું જ્ઞાન ઓછું થશે; અને ગુરૂએ પણ શંકા કરનારને દાબી દેવાને બદલે તેના મનનું યંગ્ય રીતે સમાધાન થાય તેમ જવાબ આપ, અને પિતાને તે બાબતમાં બરાબર ખબર ન હોય તો મૌન રહેવું, પણ પિતાની પ્રતિષ્ઠા જાળવવાના લેભથી આડું અવળું સમજાવવા વ્યર્થ કાળક્ષેપ કરે નહિ.
तथा निर्णयावधारणमिति ॥६०॥ અથ–ગુરૂએ નિર્ણય કરી કહેલા વચનનું આધારણ કરવું.
ભાવાર્થ –-ગુરૂ જે વખતે શંકાનું સમાધાન કરે તે વખતે એક ચિત્તથી શ્રવણ કરવું, અને તે ગ્રહણ કરવું.
सम्मं वियारियव्व अतृपय भावणापहाणेण । विसएय ठावियव बहुसुयगुरूणो सयासाओ ॥
બહુશ્રુત ગુરૂ પાસેથી સાંભળેલા અર્થ પદને ભાવના પ્રધાન શ્રાવકે સમ્યક પ્રકારે વિચાર કરે, અને તેના સ્વરૂપને વિચાર કરો એટલે શબ્દમાં તથા શબ્દમાં રહેલા ભાવને વિચાર કર.
तथा ग्लानादिकार्याभियोग इति ॥६॥ અર્થ–પ્લાન દુઃખી આદિનાં કાર્યમાં સાવધાન રહેવું..
ભાવાર્થ ––Sલાન એટલે માંદા તથા આદિ શબ્દથી બાલક, વૃદ્ધ, આગમ ગ્રહણ કરવા માટે ઉદ્યમી તથા પરોણે વગેરે સાધુ તથા સાધ