SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] ધમબિન્દુ ચાર નિક્ષેપથી વસ્તુનું વિવેચન કરવું. સપ્તભંગીનું સ્વરૂપ વિચારવું. આવા સૂક્ષ્મ ભાવોનું ચિન્તવન કરવાથી બુદ્ધિ ખીલે છે, હદયમાં સત્યને અસર થાય છે, અને તે ત વર્તન ઉપર પણ અસર કરે છે. દષ્ટાંત તરીકે – अनादिनिघने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् ।। उन्मज्जन्ति निमज्जन्ति जलकल्लोलवज्जले ॥१॥ · स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथागात्रम् । रागद्वेषादिक्लिन्नस्य कर्मबन्धो भवत्येव ॥२॥ * જેમ જળમાં કલેલો ઉત્પન્ન થાય છે, અને તરત જ વિનાશ પામે છે. તેમ જેને આદિ તથા અંત નથી એવા દ્રવ્યમાં ક્ષણે ક્ષણે પર્યાયો ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. તેલથી ખરડાયેલા શરીરને જેમ જ લાગે છે, તેમ રાગદ્વેષથી ખરડાયેલા પુરૂષને કર્મબંધ થાય છે. આવી રીતે શાસ્ત્રવાનું તાત્પર્ય શું છે તે સમજવું અને વિચારવું. તથા ગુણ પ્રશ્ન રીત | અર્થ—ગુરૂ પાસે જઈને પ્રશ્ન કરવા. ભાવાથી–ઘણીજ બારીકાઈથી વિચાર કરવા છતાં કોઈ વિષય ઘણો ગંભીર હોવાથી, પોતાની મેળે તેને યથાર્થ નિશ્ચય ન થઈ શકે તેમ લાગે, તે જ્ઞાની ગુરૂ પાસે જઈ વિનય પૂર્વક આ પ્રમાણે કહેવું. “હે ભગવન ! આ બાબતને અર્થ મેં વિચાર્યો, ઘણું મહેનત કરવા છતાં હું તે સમજી શકતા નથી; માટે આપના જ્ઞાનને પ્રકાશ આ વિષય ઉપર નાંખી મને કૃતાર્થ કરશે.”
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy