________________
૨૫૨ ]
ધમબિન્દુ નથી; આ કારણથી લીધેલાં વ્રતનું નિત્ય સ્મરણ કરવામાં જરા પણ પ્રમાદ કરવો નહિ એ બુદ્ધિમાનનું લક્ષણ છે.
હવે ન મેળવેલા ગુણની પ્રાપ્તિ માટે, અને મેળવેલાનું સારી રીતે રક્ષણ કરવા માટે વિશેષ ગૃહસ્થધામ પાળનારે શું કરવું જોઈએ - તે શાસ્ત્રકાર સામાન્ય હિતશિક્ષારૂપે કહે છે.
સામાન્યજ્ઞતિ રૂા. અર્થ–આવા પુરૂષને સામાન્ય આચાર આ રીતે છે.
ભાવાર્થ–ઉપર જણાવેલા બાર વ્રતધારી શ્રાવકે સામાન્ય રીતે શું કરવું કે જેથી નવા ગુણ પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયેલાનું - રક્ષણ થાય અને વૃદ્ધિ પામે, તે હવે આગળ કહેવાય છે.
समानधार्मिकमध्ये वास इति ॥४०॥ અર્થ–સમાન ધર્મવાળા પુરૂષ સાથે વસવું.
ભાવાર્થ-પિતાના સમાન ગુણવાળા અથવા વિશેષ ગુણ - વાળા સાધર્મિક ભાઈઓની સાથે વસવું, તેવા પુરૂષો સાથે વસવામાં
અનેક ગુણ છે. પ્રથમ તો પિતે અન્યાય આચરણ કરતાં ડરે, અને તેઓના સારા ગુણે જઈ, પિતાનામાં જે ગુણ ન હોય તે મેળવવા અભિલાષા થાય વળી દર્શન મોહનીય કર્મનાં ઉદયથી જો આપણે ધર્મથી પતિત થતા હોઈએ તો બીજા માણસો સદુપદેશ આપી આપણને ધર્મમાં સ્થિર કરે અને જે બીજો માર્ગ વિમુખ જીત હેય તે આપણે તેને સધ આપી ધર્મમાં નિશ્ચલ બનાવીએ. કહ્યું यद्यपि निर्गतभावस्तथाप्यसौ रक्ष्यते सद्भिरन्यैः । वेणुर्विलूनमूलोऽपि वंशगहने मही नैति ॥
ભાવ રહિત થયો હોય તે પણ બીજા પુરૂષાથી તેની રક્ષા થાય છે જેમ વાંસ મૂળ વિનાને થયો હોય તે પણ વાંસના સમૂહમાં રહેવાથી પૃથ્વી પર પડી જતા નથી. માણસને સારા પુરૂષોના