________________
(૩) શ્રી રત્નશેખરસુરિ જેમણે વિ. સં. ૧૪૯૬ માં શ્રાદ્ધપ્રતિક્રમણ
ઉપર અર્થે દીપિકા લખી છે, તેઓ એ સૂત્રની ૪૭ મી ગાથાની વૃત્તિમાં લખે છે કે ૧૪૪૪ શરિદ્ર સુવાડુ અંતિવિરતાય ૧૪૪૪ પ્રકરણના રચનાર
શ્રી હરિભદ્રસૂરિ પણ લલિતવિસ્તરામાં કહે છે. (૪) સમરાદિત્ય રાસમાં ૧૪૪૪ પ્રકરણના રચનાર તરીકે ઓળ
ખાવ્યા છે. (૫) ઉપદેશ પ્રાસાદમાં પણ ઉપર પ્રમાણે છે. (૬) પ્રાભાવિક ચરિત એ નામના ગ્રન્થમાં તેના રચનાર શ્રી ચંદ્રપ્રભસૂરિ શ્રી હરિભદ્રસુરિનું ચરિત્ર લખતાં જણાવે છે કે -
पुनरिह च शतोनमुनधीमान् प्रकरणसार्द्धसहस्रमेष चक्रे । તે ઉગ્ર બુદ્ધિવાળાએ વળી ૧૪૦૦ પ્રકરણે રચ્યાં.
આમ ત્રણ જુદા મત છે, પણ તેમણ ૧૪૦૦ ગળે રચ્યા એ બાબત સર્વને સંમત છે.
ઉપર જણાવેલા ગળે શ્રી હરિભદ્રસૂરિના છે. તેના પૂરાવા તરીકે આપણે જણાવીશું કે ગ્રન્થના છેવટના શ્લોકમાં કેટલેક સ્થળે તેમનું નામ આપવામાં આવ્યું છે. પણ જ્યાં નામ નથી આપવામાં આવ્યું ત્યાં મોટે ભાગે “વિ' એ શબ્દ મૂકવામાં આવ્યો છે. અને વિરહાવાળા બધા ગ્રન્થ શ્રી હરિભદ્રસૂરિના રચેલા છે, એ નિસંશય છે, કારણ કે નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, જે વી. સં. બારમાં સૈકામાં વિદ્યમાન હતા, તે પંચાસક ઉપરની વૃત્તિમાં લખે છે કે - इह च विरह इति सितांवरश्रीहरिभद्राचार्यस्य कृतेरंक इति ॥