________________
૨૪ર ]
ધમબિન્દુ કરીએ, તેમાં પ્રથમ શિક્ષાવ્રત સામાયિકનું છે. તેના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. योगदुःप्रणिधानानादरस्मृत्यनुपस्थानानीति ॥३१॥
અર્થ–મન વચન અને કાયાના કૅગ પા૫ માર્ગે પ્રવર્તાવવા, અનાદાર અને સ્મૃતિનાશ એ પાંચ અતિચાર છે. ૧. મનના યોગનું દુષ્પણિધાન (મનને ખરાબ વિચારમાં
વાપરવું તે.) ૨. વચનને ગનું દુપ્રણિધાન (વચનને ખરાબ વાણી
બેલવામાં વાપરવું તે.) ૩. કાયાને યોગનું દુષ્મણિધાન (શરીરને ખરાબ કાર્યમાં
વાપરવું તે.) ૪. સામાયિકના કાર્યમાં અનાદર (બહુમાનની ખામી.) ૫. સ્મૃતિને નાશ (સામાયિકમાં કરવા યોગ્ય ક્રિયાનું
વિસ્મરણ.) આ રીતે સામાયિકના પાંચ અતિચાર છે.
૧. જે સમયે માણસે સામાયિક લીધું હોય તે સમયે મનમાં જેમ બને તેમ સંક૯પ ઓછા કરવા અને મનને આત્મામાં તલ્લીન બનાવવું, તે છતાં જે સંક૯પ ઉઠે તે ધર્મ સંબંધી વિચાર કરે. પણ અશુભવિચારમાં મનને જવા દેવું નહિ. જે જતું હોય, તે ખેંચીને એય વસ્તુ તરફ દેરવું; અને મનના દશ દશ ટાળવા.
૨. મીનાવલમ્બી રહેવું, અને તે ન બને તે ધર્મના પુસ્તકે મુખેથી વાંચવા, અથવા ભગવાનનું સ્તવન–ભજન કરવું. અથવા શીખેલાને મુખપાઠ કર પણ અશુભ વચન બોલવું નહિ, અને વચનના દશ દેષ ટાળવા.
૩. શરીરથી નિશ્રળ રહેવું, જરાપણ હાલવું નહિ. છત્તાં હાલવું પડે તે પ્રમાણનુકૂળ ક્ષેત્રમાં ધર્મક્રિયા માટે હાલવું, અને