________________
અધ્યાય-૩
[ ૨૪૧ અસભ્ય વચનથી બોલનારની હલકાઈ પ્રકટ થાય છે. અસત્ય વચનથી ઘણીવાર પરનિંદા થાય છે. અસત્ય વચન ઉપર વિશ્વાસ રાખી વર્તનાર કુમાર્ગે પડે છે.
રસંબંધ વગરનું વચન જણાવે છે કે બોલનારને વિવેકની ખબર નથી; તેથી તેની માન પ્રતિષ્ઠા ઘટે છે.
આ રીતે સઘળાં અનર્થ ઉત્પન્ન થાય છે. માટે શ્રાવકે મિત હિત, પ્રિય, અને સત્ય વચન બોલવું.
૪. શું પરિણામ આવશે તેને વિચાર કર્યા સિવાય કાંઈપણ કાર્ય કરવું નહીં, અથવા કાંઈ પણ વસ્તુ પિતાને ત્યાં રાખવી નહિ. શ્રાવકે ઘંટી, યંત્ર, વાંસલે, ખાયણુઓ, તલવાર ધનુષ્ય વગેરે સાધન પિતાને ત્યાં ન રાખવા, કારણ કે તેને દુરઉપયોગ થવાને સંભવ છે, આ સંબંધમાં ટીકાકાર લખે છે કે “શ્રાવકે જોડયા વિનાનાં ગાડાં વગેરે રાખવાં, કારણ કે જોડીને રાખેલાં હોય તે કઈ માંગી લઈ જાય, અને તે નિર્દય હોય તો હિ સપ્રદાન વ્રતનો અતિચાર લાગે છે, કારણ કે તે બળદ વગેરેને ખાવા ન આપે, અથવા વધારે ભાર ભરે, અથવા તેમની શક્તિ હોય તેના કરતાં વધારે દૂર ગાડું તેમની પાસે ખેંચાવે.” માટે હિંસાના સાધન અવિચારીપણે આ વ્રતધારીએ ન રાખવાં.
૫. ઉપભગ તથા ભોગ સંબંધી અધિકપણાથી પણ વ્રતમાં અતિચાર લાગે છે; પિતાને જેટલી વસ્તુની જરૂર હોય તેના કરતાં વધારે વસ્તુઓ રાખવાથી આ અતિચાર લાગે છે, કારણ કે વધારે વસ્તુઓ હોવાથી માણસની મૂર્છા વધે છે, અને તે વસ્તુઓને અસદુપયોગ જે બીજે કઈ કરે, તે તેને દેશ તે વસ્તુવાળાને પણ લાગે છે.
આ રીતે અનર્થદંડને પાંચ અતિચારનું વર્ણન થયું અને ત્રણ ગુણવ્રતનું વર્ણન પણ સમાપ્ત થયું, હવે શિક્ષાવ્રતને વિચાર
૧૬